પુણ્યતિથિ : અજય દેવગણે પિતાને પહેલી પુણ્યતિથિએ યાદ કરી લખ્યું, તમે ગયા એને વર્ષ થયું પણ લાગે છે તમે બાજુમાં જ છો

0
0

મુંબઈ. અજય દેવગણના પિતા વીરુ દેવગણની આજે પહેલી પુણ્યતિથિ છે. પિતાને યાદ કરી અજયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અજય અને તેના પિતાના ફોટોઝ છે. ગયા વર્ષે 27મેના રોજ વીરુ દેવગણનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.

અજયે વીડિયો શેર કરી લખ્યું કે, ડીઅર ડેડ, તમે છોડીને ગયા તેને એક વર્ષ થયું. તેમ છતાં એવું લાગે છે કે તમે બાજુમાં જ છો, શાંત, કેરિંગ અને પ્રોટેકટિકવ, તમારી હાજરી હંમેશાં આશ્વાસન આપે છે.

https://www.instagram.com/p/CArdkQkJ6Go/?utm_source=ig_embed

વીરુ દેવગણ એક્શન ડિરેક્ટર અને સ્ટંટ કોરિયોગ્રાફર હતા. મિસ્ટર નટવરલાલ, હિંમતવાલા, દિલવાલે, ફૂલ ઔર કાંટે, જીગર, શહેનશાહ જેવી ફિલ્મસમાં કરેલ કામ માટે તેઓ ફેમસ હતા. તેમની ડિરેક્ટર તરીકેનું ડેબ્યુ ફિલ્મ 1999ની હિન્દુસ્તાનકી કસમ હતી જેમાં અજય દેવગણની સાથે અમિતાભ બચ્ચન અને મનીષા કોઈરાલા લીડ રોલમાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here