અજીત ડોભાલ કાશ્મીર પહાેંચ્યા

0
30

આટિર્કલ 370ના હટાવ્યા પછી કાશ્મીરમાં ભારે હિલચાલ નાેંધવામાં આવી રહી છે. એવામાં આ માટે મહત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારે સુરક્ષા વચ્ચે કાશ્મીર પહાેંચી ગયા છે. માનવામાં આવી રહ્યું છે તેઆે વ્યિક્તગત રીતે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની સંભાળ લેશે. તેમના કાશ્મીર પહાેંચ્યા પહેલા જ દસ હજાર સુરક્ષા જવાનોને એરલિãટ કરી ત્યાં મોકલી દેવામાં આવ્યા હતા.
રાજકીય સૂત્રોની માનીએ તો ડોભાલ સુરક્ષા મામલે બેઠક કરશે અને કાશ્મીરમાં ફસ્ર્ટ હેન્ડ સિક્યોરિટી ઇચ્ચે છે જે માટે તેઆે જાતે જ ત્યાં પહાેંચ્યા છે. કોઇ પણ પ્રકારની સ્થિતિ માટે તેમણે સેનાને તૈયાર રાખી છે.

આ પહેલા જૂલાઇમાં પણ ડોભાલ અચાનક કાશ્મીર પહાેંચી ગયા હતા. જ્યાં તેમણે સુરક્ષા અને ગુપ્ત એજન્સીઆેના ઉચ્ચ અધિકારીઆે સાથે બેઠક કરી હતી. તેમના દિલ્હી પરત ફર્યાની સાથે જે કાશ્મીરમાં 10 હજાર સુરક્ષા દળોને મોકલવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતી આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા માટે કરવામાં આવી હતી.
જો કે અનુચ્છેદ 370 હટાવ્યા પછી દેશના અલગ અલગ ભાગોમાંથી સુરક્ષા દળોને એરલિãટ કરી સીધા કાશ્મીરમાં ઉતારવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કાશ્મીરમાં 46 હજારથી પણ વધારે જવાનો પહાેંચી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here