અજીત પવારે ચેતવણી આપી; આગામી સપ્તાહથી પુણે જિલ્લામાં કેટલાક કડક પગલા લેવામાં આવશે

0
5

મહારાષ્ટ્ર્માં વધી રહેલા કોરોનાનાં કેસથી રાજ્ય સરકાર ચિંતિત બની છે, રાજ્યનાં ઉપ મુખ્ય પ્રધાન અજીત પવારે શુક્રવારે ચેતવણી આપી કે કોવિડ-19ની સ્થિતીમાં સુધારો નહીં આવે તો આગામી સપ્તાહથી પુણે જિલ્લામાં કેટલાક કડક પગલા લેવામાં આવશે.

પવાર હાલ પુણેનાં પ્રભારી છે, અને તેમણે જિલ્લામાં કોરોનાની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે આ ચિમકી ઉચ્ચારી હતી.

તેમણે કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે પરિસ્થિતી ગંભીર છે, અને જો તે આવી જ રહી તો અમે પુણે જિલ્લામાં આગામી એપ્રિલ મહિનાનાં પહેલા સપ્તાહમાં કડક પગલા ભરી છું.

ઉપમુખ્ય પ્રધાને લોકોને ફરી એક ચેતવણીનાં સ્વરમાં કહ્યું કે કોવિડ-19 ગાઇડલાઇન્સ અનુસાર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, અને હાથ સ્વચ્છતા રાખો.

રાજયમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકો જ હાજર રહી શકશે, જ્યારે અંતિમવિધિમાં માત્ર 20 લોકોની હાજરીની જ મંજુરી આપવામાં આવી છે, તેમણે કહ્યું કે રાજ્યમાં સામાજીક અને રાજકીય કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે.

હોટેલો અને રેસ્ટોરન્ટમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે, જ્યારે કોરોના સંક્રમણમાં ઉછાળો જોવા મળે તો પ્રાઇવેટ હોસ્પિટલોનાં 50 ટકા બેડ્સ રાજ્ય સરકાર પોતાના હસ્તક લઇ લે છે. જ્યારે પુણેમાં કોરોના દર્દીઓ માટે જમ્બો હોસ્પિટલ અને પિમ્પ્રી ચિંચવાડમાં જમ્બો સુવિધા કેન્દ્ર એપ્રિલ મહિનામાં ખુલ્લું મુકવામાં આવશે.

સાસુન જનરલ હોસ્પિટલમાં વધુ 500 બેડ્સ ઉમેરવામાં આવ્યા, હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપ વગર મળી રહે તે માટે એક અધિકારીની નિમણુક કરવામાં આવી છે. જ્યારે પુણેમાં કોવિડ વેક્સિનનાં વધુ ડોઝ મળી રહે તે માટે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે ચર્ચા કરી છે, અને તે માટે તે સંમત પણ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here