વડોદરા : આજવા ડેમ ફરી ઓવરફ્લો, વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18.50 ફૂટ થઇ, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

0
15

વડોદરા શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી એક ફૂટનો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18.50 ફૂટ થઇ ગઇ છે અને આજવા ડેમની સપાટી વધીને 212.30 ફૂટે પહોંચતા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. જેને પગલે આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

માંડવી અને રાવપુરા સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા

વડોદરા શહેરમાં બપોરે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને પગલે શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, રાજમહેલ રોડ, મચ્છીપીઠ, અલકાપુરી અને માંજલપુર સહિતના નીચાણવાળા વિસ્તારોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માંડવી રોડ પર બે ફૂટ જેટલા પાણી ફળતા રોડ પર વાહન ચાલકો અટવાઇ ગયા હતા.

વિશ્વામિત્રી નદીની સપાટી ફરીથી વધી

વિશ્વામિત્રી નદીની સપાટી ગઇકાલે રાત્રે ઘટીને 17.50 ફૂટ થઇ ગઇ હતી. જોકે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં સપાટી વધીને 18.50 ફૂટ થઇ ગઇ છે. આમ વિશ્વામિત્રી નદીની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. આ ઉપરાંત આજવા ડેમની સપાટી સોમવારે ઘટીને 112 ફૂટ થઇ હતી. જે આજે વધીને 212.30 ફૂટે પહોંચી ગઇ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here