સુરત : સિવિલ હોસ્પિટલમાં ફૂડ પેકેટનું વિતરણ કરીને અખીલ ગુજરાત માંગ મારૂડી સમાજે ગુરૂ ઉત્તમ મહારાજના જન્મદિવસને ઉજવ્યો.

0
0

સુરત અખીલ ગુજરાત માંગ મારૂડી સમાજના યુવાઓ અને પંચોએ મળીને સુરતના મજૂરાગેટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સમાજ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.લગભગ 1 હજાર જેટલા ફૂડ પેકેટ દર્દીઓ તેમના સંબંધીઓ અને જરૂરીયાતમંદોને વિતરીત કર્યા હતાં.

સામાજિક સેવા

સુરત દાનવીરની નગરી કહેવામાં આવે છે. કોરોનાની મહામારીમાં અનેક સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને તેમજ હોસ્પિટલમાં જઈને સેવાના કામો કર્યા છે. ત્યારે ગુરૂના જન્મદિવસ નિમિતે સમાજના લોકો દ્વારા અનોખી રીતે ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ રીતે દ્રરિદ્રનારાયણની પણ સેવા કરવામાં આવી હતી.

નવો રાહ ચિંધાયો

અખીલ ગુજરાત માંગ મારૂડી સમાજના યુવાઓ અને પંચોએ મળીને સુરતના મજૂરાગેટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સમાજના ગુરુવર્ય ઉત્તમ મહારાજના જન્મદિન નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં 1 હજાર જેટલા ફ્રૂટ પેકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ફૂડ પેકેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here