370 પર અખિલેશ યાદવે ‘રીંગણ’ની કથા સંભળાવીને અમિત શાહને પુછ્યો આ મોટો પ્રશ્ન

0
60

લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલને લઇને ચર્ચા ચાલુ છે. આ ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર અનેક પ્રહાર કર્યા અને આને ખોટો નિર્ણય ગણાવ્યો. સાથે જ અખિલેશે આરોપ લગાવ્યો કે આજે કાશ્મીરમાં બળનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને આ નિર્ણયથી કાશ્મીરની જનતા ખુશ નથી.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ કહી રહ્યા હતા કે તેમને કંઇ ખબર નથી

અખિલેશ યાદવે કહ્યું કે, ‘માહોલ એવો છે કે મારા પડોશી સદનમાં જ હાજર નથી. ગૃહમંત્રી કહી રહ્યા છે કે અમે આ પ્રસ્તાવને વિધાનસભામાં પાસ કરાવ્યો છે.’ જેના પર અમિત શાહે વચ્ચે જ ટોકતા કહ્યું કે, ‘રાષ્ટ્રપતિએ પોતાની તાકાતનો ઉપયોગ કરીને રાજ્યપાલને જ વિધાનસભાની તાકાત આપી છે.’

સપા પ્રમુખે કહ્યું કે, ‘બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ કહી રહ્યા હતા કે તેમને કંઇ ખબર નથી, પરંતુ 48 કલાકમાં તમે જે કર્યું એ સમગ્ર દેશે જોયું. તમે જશ્ન મનાવી રહ્યા છો, પરંતુ જે પ્રદેશ માટે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાંનાં લોકોનું શું?’

અખિલેશે સંભળાવ્યો ‘રિંગણ’વાળો કિસ્સો

આ દરમિયાન અખિલેશે એક કિસ્સો સંભળાવ્યો અને કહ્યું કે, ‘બાદશાહે એકવાર મેજબાનીમાં કહ્યું કે રિંગણની સબ્જી સારી છે. તો મંત્રીઓએ પણ સબ્જીની પ્રશંસા કરી અને બાદશાહનાં સાથી બિરબલે પણ આવુ જ કર્યું, પરંતુ બીજા જ દિવસે જ્યારે બાદશાહની તબિયત ખરાબ થઇ તો તેમણે બિરબલ સામે રિંગણની સબ્જીની ટીકા કરી.’ અખિલેશે જણાવ્યું કે, ‘ત્યારબાદ બિરબલે પણ આવુ જ કર્યું, જ્યારે બાદશાહે પ્રશ્ન કર્યો તો બિરબલે કહ્યું કે તે રિંગણની નોકરી નથી કરતો, પરંતુ બાદશાહની નોકરી કરે છે. જે બાદશાહ કહેશે એ જ હું કહીશ.’

ગૃહમંત્રી એ વાતનો ભરોસો આપે કે POK પણ આપણો જ ભાગ છે

અંતમાં અખિલેશ યાદવે કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલે પણ આવુ જ કર્યું. હું જે આર્મી સ્કૂલમાંથી ભણ્યો છું ત્યાંનાં ઘણા સાથીઓ ખીણમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા છે, મારા સાથી મેજર ગોપિંદર સિંહ રાઠોડને પણ અમે ખોયા છે. તમે લોકો કહો છો કે સીત્તેર વર્ષ કંઇ ના થયું, તો શું તમે તેમાં તમારા 11 વર્ષ નથી ગણતા?’ આ ઉપરાંત અખિલેશ યાદવે સરકારથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર પણ જવાબ માંગ્યો અને પુછ્યું કે, ‘ગૃહમંત્રી એ વાતનો ભરોસો આપે કે POK પણ આપણો જ ભાગ છે. સાથે એ પણ જણાવે કે કાશ્મીર જેવી ખુશીઓ નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ક્યારે મળશે?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here