અખિલેશ યાદવે કહ્યું : યોગીજી DNAનું ફુલ ફોર્મ બતાવી દે તો માનું કે તે મુખ્યમંત્રી છે

0
9

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે પરંતુ રાજકિય નિવેદનબાજી અત્યારથી જ શરૂ થઈ ચુકી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ યોગી અદિત્યનાથને બહારના ગણાવી તેમની ભાષાથી લઈને DNA સુધીનો ઉલ્લેખ કરી તેમના પર નિશાન સાધ્યું.

અખિલેશ યાદવ કહે છે કે તેઓ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે તેઓ મંચ પર કે ગૃહમાં એક મુખ્યમંત્રીએ આ રીતે બોલવું જોઈએ નહી. કહેવામાં આવે છે કે તેમના DNAમાં વિભાજન છે. જો DNAનું ફુલ ફોર્મ જણાવી દે તો અમે માની જશું કે તેઓ મુખ્યમંત્રી છે. તેમણે ઓછામાં ઓછું એ સ્પષ્ટ કરવું જોઈએ કે DNA શું છે?

અખિલેશ યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના રહેવાસી નથી તેઓ અન્ય પ્રદેશમાંથી આવ્યા છે પરંતુ તેમ છતાં તેઓને અહીંની જનતાએ સ્વિકાર્યાં છે અને પ્રદેશની જનતાનો તેમણે આભાર માનવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here