Monday, October 25, 2021
Homeઅક્ષય ફરી એક વખત કોમેડી ફિલ્મ કરવાની તૈયારીમાં
Array

અક્ષય ફરી એક વખત કોમેડી ફિલ્મ કરવાની તૈયારીમાં

અક્ષય કુમારે બોલીવૂડમાં એકશન, કોમેડી, રોમાન્ટીક સહિતના તમામ જોનરની ફિલ્મો કરી છે. સાત વર્ષ પહેલા એકતા કપૂર સાથે તેણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ-દોબારામાં કામ કર્યુ હતું. હવે ફરીથી તે એકતા સાથે કામ કરવાનો છે. આ વખતે ફિલ્મ કોમેડીથી ભરપુર હશે. એકતા કપૂર હાલમાં સ્ક્રિપ્ટ પર કામ કરાવી રહી છે.

ફિલ્મમાં ભરપુર કોમેડીની સાથે લાગણી અને એકશનનો ડોઝ પણ હશે. નિર્દેશન કોણ કરશે એ હજુ બહાર આવ્યું નથી. પણ એવી ચર્ચા છે કે એક નવા જ નિર્દેશકને આ કામ સોંપવામાં આવશે. અક્ષય-એકતાની આ ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ થશે અને વર્ષ ૨૦૨૧માં રિલીઝ થશે. અક્ષય હાલમાં ખુબ જ વ્યસ્ત છે. તેની રોહિત શેટ્ટી સાથેની સૂર્યવંશી રિલીઝ થવાની છે. એ પછી લક્ષ્‍મી બોમ્બ પણ કતારમાં છે. અતરંગી રે, બચ્ચન પાંડે, બેલબોટમ સહિતની ફિલ્મોના શુટીંગમાં પણ અક્ષય કુમાર વ્યસ્ત છે. એક પછી એક આ ફિલ્મો રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments