‘બચ્ચન પાંડે’માં અક્ષય કુમાર-અરશદ વારસી પહેલી જ વાર સાથે કામ કરશે

0
8

અક્ષય કુમાર તથા અરશદ વારસી પહેલી જ વાર સાથે કામ કરશે. બંને ‘બચ્ચન પાંડે’માં કામ કરતાં જોવા મળશે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં ફ્લોર પર જશે અને સળંગ ત્રણ મહિના શૂટિંગ ચાલશે.

તરણ આદર્શે શું કહ્યું?

તરણ આદર્શે કહ્યું હતું, ‘અક્ષય કુમાર-અરશદ વારસી પહેલી જ વાર એક્શન-કોમેડી ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં સાથે જોવા મળશે. શૂટિંગ જેસલમેરમાં જાન્યુઆરી, 2021થી માર્ચ, 2021 સુધી ચાલશે. ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે અને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે.’

 

 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ અક્ષય કુમારે સ્કોટલેન્ડમાં ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. હવે તે યશરાજ ફિલ્મની ‘પૃથ્વીરાજ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો અરશદ વારસીની ફિલ્મ ‘દુર્ગામતી’ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ તશે. આ ફિલ્મ 11 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર આવશે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. ફિલ્મ અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘ભાગમતી’ની રીમેક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here