ફોર્બ્ઝની યાદીમાં ચોથા સૌથી વધુ કમાણી કરતા એક્ટર બન્યા અક્ષય કુમાર, જાણો આવક

0
0

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને ફોર્બ્ઝની 2019ની યાદીમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાં ચોથુ સ્થાન મળ્યુ છે. જૂન 2018થી જૂન 2019 સુધી તેમની કુલ કમાણી 68 મિલિયન ડૉલર એટલે કે 486 કરોડ રૂપિયા વચ્ચે હતી. આ યાદીમાં સૌથી ઉપર હોલિવુડ એક્ટર ઈવેન જૉન્સનનું નામ છે. રૉકના નામથી જાણીતા ઈવેનની એક વર્ષની કમાણી 89.4 મિલીયન ડૉલર એટલે કે 639 કરોડ રૂપિયા આસપાસ છે. 58 મિલિયન ડૉલર સાથે જેકી ચેન પણ ટૉપ 10ની યાદીમાં છે. ટૉપ 10માં જગ્યા બનાવનાર અક્ષય એકમાત્ર બોલિવુડ સ્ટાર છે.

ફોર્બ્ઝની યાદીમાં ચોથા સૌથી વધુ કમાણી કરતા એક્ટર અક્ષય કુમાર
અક્ષયની ‘મિશન મંગલ’ ફિલ્મે એક અઠવાડિયામાં કરી આટલી કમાણી

અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ મિશન મંગલ પણ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મો 114.39 કરોડ રૂપિયા કમાયા છે. વળી, અક્ષયના હાથમાં ઘણી અન્ય ફિલ્મો પણ છે જે તે જલ્દી શરૂ કરશે. હાલમાં જ અક્ષયે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નુ શૂટિંગ ખતમ કર્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ છે. આ ઉપરાંત તે અત્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંત્રીમાં કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે કેટરીના કૈફ પણ છે.

ફોર્બ્ઝની યાદીમાં ચોથા સૌથી વધુ કમાણી કરતા એક્ટર અક્ષય કુમાર
આ ફિલ્મો માટે તૈયાર અક્ષય કુમાર

અક્ષય કુમારને ત્યારબાદ ફિલ્મ બચ્ચન પાંડે, લક્ષ્‍મી બોમ્બ અને હાઉસફૂલ 4માં જોવામાં આવશે. તમને જણાવી દઈએ કે અક્ષય નીરજ પાંડેની ફિલ્મ ક્રિકમાં જોવા મળશે. આ ફિલ્મની ઘોષણા 2016માં કરી દેવામાં આવી હતી અને તેને 2017ના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ કરવાની હતી પરંતુ કોઈ કારણોથી આ ફિલ્મ ઠંડી પડી ગઈ. તમને જણાવી દઈએ કે અક્ષયે નીરજ સાથે ‘બેબી’ અને ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મોમા કામ કર્યુ છે.

ફોર્બ્ઝની યાદીમાં ચોથા સૌથી વધુ કમાણી કરતા એક્ટર અક્ષય કુમાર
અસમ પૂર પીડિતોને અક્ષયે આપી હતી 2 કરોડની મદદ

અક્ષય પૂર પીડિતોની મદદ માટે ચર્ચામાં આવ્યા હતા. અક્ષય કુમારે અસમ પૂર પીડિતો માટે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આમાંથી એક કરોડ રૂપિયા અસમના મુખ્યમંત્રી રાહતકોષમાં અને એક કરોડ રૂપિયા અસમના જ કાઝીરંગા નેશનલ પાર્કમાં રાહત તેમજ બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં જાહેર થયેલી ફોર્બ્ઝની યાદી મુજબ અક્ષય કુમાર દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં શામેલ છે. અસમ પૂર પીડિત માટે આપવામાં આવેલી ડોનેશનની જાણકારી અક્ષય કુમારે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. ત્યારે અક્ષય કુમારે લોકોને પણ અપીલ કરી હતી કે તે આ મુશ્કેલ સમયમાં અસમના લોકોની મદદ માટે આગળ આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here