અક્ષય કુમાર આસામ પૂર પીડિતોની મદદે આવ્યો

0
3

તા. 15 ઓગસ્ટ 2020,

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પછી હવે અક્ષય કુમારે આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરી છે. અભિનેતાએ એ લોકો માટે રૂપિયા એક કરોડનું ધરખમ ડોનેશન આપ્યું છે. બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ અક્ષયનો આભારમ ાન્યો છે.

 

ભારતમાં ચોમાસા દરમિયાન સૌથી ખરાબ તબાહી આસામ અને બિહારમાં થઇ છે. હજી પણ ઘણા સ્થળોએ પાણી ભરાયેલા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમે બચાવ અભિયાનમાં વ્યસ્ત છે.

આસામમાં ૧૪, ૨૦૫ લોકો પૂરથી પ્રભાવિત થયા છે જ્યારે ૧૩૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં ૧૬ જિલ્લા પ્રભાવિત થયા છે.

અક્ષયે આ પહેલા પણ કોરોના મહામારીથી લડવા માટે રૂપિયા ૨૫ કરોડ પીએમ કેયર્સ ફંડમાં દાન આપ્યું છે. તેમજ રૂપિયા ત્રણ કરોજ બૃહદ મુંબઇ નગર પાલિકાને ડોનેશન આપ્યું છે. ઉપરાંત પીપીઇ કિટ, માસ્ક અને ટેસ્ટિંગ કિટની પણ સહાય કરી છે.

ઉપરાંત પોલીસ ફોઉન્ડેશનને પણ કોરોના વાયરસની લડાઇમા મદદ કરવા માટે રૂપિયા ૨ કરોડનું દામ આપ્યું છે. તેમજ મુંબઇ અને નાસિક પોલીસને કોરોના વાયરસના લક્ષણોને ટ્રેક કરનારી એક હજાર અને પાંચસો સ્માર્ટ વોચ ભેટ આપી છે. જેનો ઉપયોગ પોલીસના અગ્રમી પંક્તિના કાર્યકર્તાઓ જેઓ ૪૫થી વધુ વરસના છે તેઓ કરી રહ્યા છે.