અક્ષય કુમારે ‘બમ ભોલે’ સોન્ગમાં 100 ટ્રાન્સજેન્ડર સાથે ડાન્સ કર્યો, ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે.

0
18

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘લક્ષ્મી’નું સોન્ગ ‘બમ ભોલે’ લોકોને ગમી રહ્યું છે. અક્ષય ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવી રહ્યા છે અને ટ્રેલરમાં તેના ઘણા વખાણ પણ થયા છે. આ સોન્ગની ખાસ વાત એ છે કે અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે.

ફિલ્મનું પહેલું સોન્ગ ‘બુર્જ ખલીફા’ પણ લોકોને ગમ્યું છે. તેમાં તે એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે દેખાયો છે.

લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પ્રમોશન કરી રહી છે

કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી શરૂઆતથી જ ફિલ્મને લઈને પોઝિટિવ સાઈન આપી રહ્યા છે. અક્ષયે કપિલના શોમાં પણ લક્ષ્મી સાથે જઈને પ્રમોશન કર્યું હતું. આટલું જ નહીં લક્ષ્મીનારાયણ અક્ષયની ફિલ્મનું માર્કેટિંગ પણ કરી રહી છે. હવે તે જોવાનું રહેશે કે દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે.

9 નવેમ્બરે લક્ષ્મી રિલીઝ થશે

ફિલ્મનું ટ્રેલર અને પહેલું સોન્ગ ઘણું અગાઉથી રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર બંનેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 2020માં રિલીઝ થનારી આ અક્ષય કુમારની પહેલી ફિલ્મ છે.

સતત અડચણોથી ઘેરાયેલી લક્ષ્મી

ફિલ્મની રિલીઝ પહેલાં બે અડચણો આવી હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સ ફિલ્મમાંથી ડિરેક્ટર પદેથી હટી ગયા હતા. આ સિવાય ફિલ્મના પ્રોડ્યુસર શબીના ખાન સાથે અક્ષયના મતભેદ થયા હોવાના સમાચાર પણ આવ્યા હતા. જોકે, આ બધા સમાચારોને ફિલ્મમેકર્સે નકારી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here