વોરિયર્સને સલામ : અક્ષય કુમારે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડ ડોનેટ કર્યાં, પોલીસ કમિશ્નરે ટ્વિટર પર આભાર માન્યો

0
4

મુંબઈ. અક્ષય કુમારની ઉદારતાનો મોટાભાગના લોકોને ખ્યાલ છે. કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર સતત કોરોના વોરિયર્સને મદદ કરી રહ્યો છે. હવે, અક્ષય કુમારે મુંબઈ પોલીસને બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મુંબઈ પોલીસ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.

મુંબઈ પોલીસ કમિશ્નરે ટ્વીટ કરી

મુંબઈ પોલીસ કમિશ્નરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે, મુંબઈ પોલીસ ફાઉન્ડેશન માટે 2 કરોડ રૂપિયાના આર્થિક સહયોગ માટે મુંબઈ પોલીસ અક્ષય કુમારનો આભાર માને છે. તમારો આ સહયોગ તે લોકોના જીવનની રક્ષા કરવામાં મદદ કરશે, જે શહેરની સુરક્ષા માટે સમર્પિત છે.

આ પહેલાં પણ અક્ષયે મદદ કરી છે

જ્યારે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે અક્ષય કુમાર બોલિવૂડનો પહેલો સેલિબ્રિટી હતો, જેણે પીએમ કેઅર્સ ફંડમાં 25 કરોડનું દાન આપ્યું હતું. ત્યારબાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3 કરોડ રૂપિયા આપ્યા હતાં. આટલું જ નહીં મુંબઈના આઈકોનિક થિયેટર ગેલેક્સીના માલિકને આર્થિક સહાયની ઓફર કરી હતી, જેથી તેઓ કર્મચારીનો પગાર ચૂકવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here