ગયા વર્ષે ચાઈનીઝ ગેમ PUBG બૅન થયા બાદ અક્ષય કુમારે દેસી ગેમિંગ કંપનીની સાથે મળીને FAU-G ગેમ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે આ ગેમની એન્થમ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં રિલીઝ કરી છે. આ ગેમ ફુલ ફ્લેજમાં 26 જાન્યુઆરીએ લૉન્ચ થશે.
આ ગેમ રમનારાને દેશના જવાનોના બલિદાન અંગે માહિતી આપશે. અક્ષય કુમારનું આ પહેલું ગેમિંગ વેન્ચર છે. આ મોબાઈલ ગેમમાંથી મળનારી રેવન્યૂનો 20 ટકા હિસ્સો ‘ભારત કે વીર ટ્રસ્ટ’ને ડોનેટ કરવામાં આવશે.
અક્ષયનું પહેલું ગેમિંગ વેન્ચર
અક્ષય કુમારે એન્થમ શૅર કરતાં કહ્યું હતું, ‘FAU-G એન્થમ. પછી દેશની અંદરની સમસ્યા હોય કે બોર્ડરની આ ભારતના વીર હંમેશાં દેશની રક્ષા માટે ઊભા હોય છે. તે આપણાં ફિયરલેસ તથા યુનાઈટેડ ગાર્ડ છે. આપણાં FAU-G એન્થમના સાક્ષી બનો. એન્થમના વીડિયોમાં સમુદ્રતટથી 14 હજાર ફૂટની ઊંચાઈવાળી ગલવાન વેલી બતાવવામાં આવી છે. આ ગેમને nCore પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. આ પહેલી મેડ ઈન ઈન્ડિયા બેટલ રોયલ ગેમ છે.’
અક્ષય કુમારે આ ગેમ અંગે કહ્યું હતું કે PUBG બૅનને કારણે લોકોએ મુશ્કેલીમાં મૂકાવવાની જરૂર નથી. હવે તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનનું સમર્થન કરીને નવી ગેમ FAU-Gની મજા માણે.
પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન કરી શકો છો
- FAU-Gનું પૂરું નામ ‘ફિયરલેસ એન્ડ યુનાઈડેટ ગાર્ડ્સ’ છે, જે પ્રી રજિસ્ટ્રેશન માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
- જે યુઝર્સ પ્રી રજિસ્ટર્ડ હશે, તેમને એક પુશ મેસેજ મળશે. આનાથી ખ્યાલ આવશે કે ગેમ હવે ડાઉનલોડ કરી શકાશ.
- એલિજિબલ ડિવાઈસિસમાં ગેમ ઓટોમેટિકલી ડાઉનલોડ તથા ઈન્સ્ટોલ થશે.