અક્ષય કુમારે દશેરાએ ઓનલાઈન ગેમ FAU-Gનું ટીઝર રિલીઝ કર્યું.

0
7

FAU-G ગેમની રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારે તેનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. અક્ષય કુમારે દશેરાના દિવસે ટીઝર રિલીઝ કર્યું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ આજે અનિષ્ટ પર ઇષ્ટની જીતનો દિવસ છે. ફૌજીઓ માટે ઉત્સવ મનાવવા આનાથી સારો કોઈ દિવસ ના હોઈ શકે.’ ટીઝરમાં ગલવાન ખીણ પર હેલિકોપ્ટર ઊડતા દેખાયા.

નવેમ્બર મહિનામાં ગેમ લોન્ચ થશે

અક્ષય કુમારે ટીઝર શેર કરીને લખ્યું, આજે અનિષ્ટ પર ઇષ્ટનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. આપણા નીડર અને એકતાના પ્રતિક જવાનો માટે સેલિબ્રેટ કરવા આનાથી સારો દિવસ કયો હોઈ શકે? દશેરાના દિવસે રજૂ છે ફૌજીનું ટીઝર. તેની લોન્ચિંગ ડેટ નવેમ્બરમાં રાખી છે.

 

‘ભારત કે વીર ટ્રસ્ટને રેવન્યૂનો ભાગ આપશે

બે મહિના પહેલાં જ્યારે અક્ષય કુમારે આ ગેમની જાહેરાત કરી હતી ત્યારે લખ્યું હતું, પીએમ મોદીની આત્મનિર્ભર મુવમેન્ટ પર સપોર્ટ કરતા આ એક્શન ગેમ પ્રેઝન્ટ કરીને ગર્વ થઇ રહ્યો છે. નીડર અને એકતાના ગાર્ડસ-ફૌજી. એન્ટરટેનમેન્ટથી આ ગેમમાં પ્લેયર્સ આપણા સૈનિકોના બલિદાનને જાણી શકશે. આ મોબાઈલ ગેમથી મળતું રેવન્યૂનો 20% ભાગ ભારત કે વીર ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવશે.

પબજી પર પ્રતિબંધ આવ્યા પછી ફૌજીની જાહેરાત

ગલવાનમાં ભારત-ચીનના સૌનિકો વચ્ચે ઝપાઝપી પછી કેન્દ્રએ 29 જૂનના રોજ 59 ચીની એપ્સ, 27 જુલાઈએ 47 એપ અને 2 સપ્ટેમ્બરે 118 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે, પબજી મોબાઈલ અને ડેસ્કટોપ પર હજુ પણ અવેલેબલ છે, પરંતુ અક્ષય કુમારની જાહેરાત પછી સોશિયલ મીડિયામાં લોકોએ ફૌજીને લઇને પોઝિટિવ કમેન્ટ્સ આપી હતી.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here