અક્ષય કુમારે મુંબઈનાં બોરીવલી ઇસ્ટનો પોતાનો એક લકઝરી એપાર્ટમેન્ટ વેંચી નાખ્યો છે ૪.૩૫ કરોડ રૂપિયામાં વેંચ્યો છે.
ચાલુ માર્ચ મહિનામાં જ આ ફ્લેટ વેંચવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટ ૧,૦૭૩ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે જેની સાથે બે કાર પાર્કિંગ પણ આવેલા છે. આ સોદા માટે ૨૬. ૧ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયૂટી અપાઈ છે. અક્ષય કુમારે લગભગ સાત વરસ પહેલા એટલે કે ૨૦૧૭માં આ એપાર્ટમેન્ટ રૂપિયા ૨. ૭૩ કરોડમાં ખરીદ્યો હતો. અને હવે તેણે ૪.૩૫ કરોડમાં વેંચ્યો છે. મતલબ તેને આ સોદામાં ૧૮૩.૫૪ ટાકા નફો થયો છે. આ બિલ્ડિંગમાં જ અક્ષયનો વધુ એક ફ્લેટ હતો જે તેણે આ વરસના જાન્યુઆરી મહિનામાં ૪.૨૫ કરોડ રૂપિયામાં વેંચ્યો હતો. આ જ બિલ્ડિંગમાં અમિતાભ અને અભિષેક બચ્ચને પણ ગયાં વર્ષે ફલેટ ખરીદ્યા હતા.