અક્ષય કુમાર મુંબઈ પોલીસની ઈવેન્ટમાં હાજર રહ્યો, કહ્યું- આનંદ છે કે ફોર્સનું મોડર્નાઈઝેશન કરવામાં આવી રહ્યું છે

0
11

હાલમાં જ અક્ષય કુમાર મુંબઈ પોલીસના એક સમારંભમાં હાજર રહ્યો હતો. અક્ષય કુમારે આ ઈવેન્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ સમારંભ મુંબઈ પોલીસને સેલ્ફ બેલેન્સિંગ વ્હીકલ આપવામાં આવ્યું તે માટે યોજવામાં આવ્યો હતો. આ સમયે અક્ષયની સાથે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ તથા આદિત્ય ઠાકરે પણ જોવા મળ્યાં હતાં.

વીડિયો શૅર કરીને અક્ષયે કહ્યું હતું, ‘મુંબઈ પોલીસને આપવામાં આવેલા સેલ્ફ બેલેન્સિંગ વ્હીકલના સમારંભમાં જઈને ઘણો જ આનંદ થયો. આ વ્હકીલ્સથી પોલીસ ફોર્સ શહેરમાં પેટ્રોલિંગ કરશે. મને ખુશી છે કે આપણી પોલીસ ફોર્સને વૈશ્વિક માપદંડોના આધારે મોડર્નાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.’ વીડિયોમાં પોલીસ ફોર્સ સેલ્ફ બેલેન્સિંગ વ્હીકલથી પરેડ કરે છે. અક્ષયની સાથે આદિત્ય તથા અન્ય લોકો સ્ટેજ પર છે અને તાળીઓ પાડીને પોલીસ ફોર્સનું સ્વાગત કરે છે.

મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે અક્ષયનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘સુરક્ષા માટે ‘સ્પેશિયલ 24′ અક્ષય ચોક્કસ રીતે સમયની સાથે પોલીસ ફોર્સને તૈયાર રાખવાની જરૂર છે. આપણાં શહેરમાં કોઈ અનાવશ્યક તથા ગેરકાયદેસર રીતે સ્ટંટ ના થાય. સેફ્ટી ફર્સ્ટ.’

‘સૂર્યવંશી’માં પોલીસના રોલમાં જોવા મળશે

અક્ષય હંમેશાં સૈનિકોના પરિવારને આર્થિક મદદ કરતો હોય છે. અક્ષયે ઘણી ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો છે. હવે તે ‘સૂર્યવંશી’માં ફરી એકવાર પોલીસ તરીકે જોવા મળશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here