અક્ષય કુમાર કુશલ પંજાબીના મૃત્યુથી ખૂબ જ દુ:ખી થયો, હવે કરી દીધી મોટી જાહેરાત

0
27

અભિનેતા કુશલ પંજાબીના મોતના સમાચાર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે. કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે કુશલે આવું પગલું ભર્યું છે. ફિલ્મ અને ટીવી અભિનેતા કુશલ પંજાબીના નિધન પર બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે શોક વ્યક્ત કર્યો છે.

એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જયારે અક્ષયને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કુશાલે મારી સાથે ફિલ્મ અંદાઝ (2003) માં કામ કર્યું હતું. દરેકની પોતાની સમસ્યાઓ હોય છે. કેટલાક તેને સમજવામાં સફળ થાય છે તો કેટલાક નથી થતા. પરંતુ આપણે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણો પરિવાર આપણા માટે સૌથી જરૂરી છે. દરેક મુશ્કેલીનો સામનો કરવાનો પ્રયાસ કરો કારણ કે આ જીવન સુંદર છે. તમારા માતાપિતાએ આ સુંદર જીવન આપ્યું છે. ફક્ત તેના પર કામ કરો અને જો ડિપ્રેશન હોય, તો તેનાથી પણ લડો.

અક્ષયે આગળ કહ્યું કે હું જાણું છું કે મારી માટે આ કહેવું ખૂબ જ સરળ છે કે ડિપ્રેશન સામે લડો અને જીવન ખતમ ન કરો. જો મને તક મળે તો હું ડિપ્રેશન પર એક ફિલ્મ કરવા માંગીશ કારણ કે આ ભારતમાં એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. તેઓ કહેવા માંગે છે કે જ્યારે ડિપ્રેશન હોય ત્યારે મગજમાં શું થાય છે.

ફરહાન અખ્તરે પણ કુશલને યાદ કરતા ટ્વિટર પર લખ્યું, ‘કુશલ પંજાબીના મૃત્યુને સાંભળીને હું આઘાત અને દુઃખ અનુભવું છું, જેમણે પોતાના હાથે પોતાના જીવનનો અંત આણ્યો. લક્ષ્‍યમાં તેની સાથે કામ કરવાની સુંદર યાદો છે. ભાઈ તું ખૂબ યાદ આવીશ. ભગવાન પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

કુશલે ગુરુવારે મોડી રાત્રે મુંબઇ સ્થિત તેના ઘરે જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ પંખાથી લટકતો મળ્યો હતો. આ સાથે પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી જેમાં તેને પોતાની મોત માટે કોઈને પણ જવાબદાર ન ઠેરવવાની વાત કહી હતી.

જણાવી દઈએ કે કુશલે ટીવીથી લઈને બોલીવુડમાં પણ ઘણું કામ કર્યું છે. તેણે અજય દેવગન, સલમાન ખાન, રિતિક રોશન અને જ્હોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મોમાં કામ કર્યું છે. કુશલે ધનાધન ગોલ, અંદાઝ, લક્ષ્‍ય, કાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તો કુશલે સીઆઇડી, કભી હા કભી ના, કસમ સે, રાજા કી આયેગી બારાત, રાસ્તા ડોટ કોમ જેવા ઘણા ટીવી શોઝમાં કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here