‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ : અક્ષય કુમાર હોરર-કોમેડી કરતો જોવા મળશે, કિઆરાના પરિવારને ઈમ્પ્રેસ કરવામાં ભૂતના ચક્કરમાં ફસાયો

0
0

અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અક્ષય પોતાના બિંદાસ કોમેડી અંદાજમાં જોવા મળ્યો છે. 3 મિનિટ 40 સેકન્ડનું આ ટ્રેલર જોઈને ચાહકોને ‘ભૂલ ભૂલૈયા’ તથા ‘સ્ત્રી’ ફિલ્મ યાદ આવી જશે. આ ફિલ્મ નવ નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા શું કહ્યું હતું લીડ એક્ટર્સે?

ફિલ્મના ટ્રેલર રિલીઝ પર કિઆરાએ કહ્યું હતું, ‘જ્યાં સુધી ચિનગારી નહીં લાગે તો બોમ્બ કેવી રીતે ફૂટશે? હું તથા અક્ષય કુમાર આવી રહ્યા છીએ. #લક્ષ્મીબોમ્બના ટ્રેલરની સાથે માત્ર ત્રણ કલાકમાં. તૈયાર રહો.’ અક્ષય કુમારે કહ્યું હતું, ‘હું અને કિઆરા #લક્ષ્મીબોમ્બ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં છીએ. ટ્રેલર આજે આવશે.’

https://www.instagram.com/p/CGG9NO7HBzX/?utm_source=ig_embed

હસાવશે, ડરાવશે તથા પરિવારની સાથે ધમાલ મચાવશે

આ ફિલ્મના ટ્રેલર સાથે જોડાયેલી અન્ય પોસ્ટ શૅર કરતા ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ બંને સ્ટાર્સે કહ્યું હતું, ‘હસાવશે, ડરાવશે અને તમારા ઘરના લોકોની સાથે મળીને સૌથી મોટી ધમાલ જોશો આવતીકાલે.’

https://www.instagram.com/p/CGE3Fq5H7ja/?utm_source=ig_embed

થોડાં દિવસ પહેલા ટીઝર આવ્યું હતું

16 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર સાડીમાં જોવા મળ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હતો કે ‘આજ સે તેરા નામ લક્ષ્મણ નહીં લક્ષ્મી હોગા.’

અક્ષયે કહ્યું હતું, ‘આ દિવાળીએ તમારા ઘરમાં ‘લક્ષ્મી’ની સાથે સાથે એક ધમાકેદાર ‘બોમ્બ’ પણ આવશે. ‘લક્ષ્મી બોમ્બ’ નવ નવેમ્બરના રોજ, માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર’. ટીઝરમાં સ્ક્રીન પર લખાઈને આવતું હતું, ‘જ્યારે સમાજથી હાંકી કઢાયેલો વ્યક્તિ એકદમ હિંસક બની જાય છે.’

https://www.instagram.com/p/CFMRlarnLd6/?utm_source=ig_embed

તમિળ ફિલ્મની હિંદી રીમેક

આ ફિલ્મમાં અક્ષય તથા કિઆરા ઉપરાંત તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘કાંચના’ની હિંદી રીમેક છે. ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને થિયેટર બંધ થઈ ગયા હતા. હવે 15 ઓક્ટોબરના રોજ થિયેટર ખુલી રહ્યા છે.

https://www.instagram.com/p/CCBOQtdpWPJ/?utm_source=ig_embed

ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન ફર્સ્ટ લુક શૅર કર્યો હતો

અક્ષયે ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન 3 ઓક્ટોબરના રોજ ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું હતું, ‘નવરાત્રિ આંતરિક દેવીને નમન કરવા તથા પોતાની અસીમ શક્તિઓનો ઉત્સવ મનાવવા અંગે છે. આ શુભ અવસર પર હું લક્ષ્મીના રૂપમાં મારો લુક તમારી સાથે શૅર કરી રહ્યો છું. એક એવી ભૂમિકા જેને લઈ મને ઉત્સાહ તથા ડર બંને છે…પરંતુ પછી જીવન ત્યાંથી જ શરૂ થાય છે, જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનનો અંત લાવીએ છીએ.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here