અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળી પર રિલીઝ થશે, એક્ટરે કહ્યું- આ દિવાળી તમારા ઘરમાં ‘લક્ષ્મી’ની સાથે ‘બોમ્બ’ પણ આવશે

0
10

અક્ષય કુમારની અપકમિંગ હોરર-કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરના બેકગ્રાઉન્ડમાં સંભળાય છે કે ‘આજ સે તેરા નામ લક્ષ્મણ નહીં લક્ષ્મી હોગા.’

અક્ષયે સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ‘આ દિવાળીએ તમારા ઘરમાં ‘લક્ષ્મી’ની સાથે ધમાકેદાર ‘બોમ્બ’ પણ આવશે. #લક્ષ્મીબોમ્બ 9 નવેમ્બરના રોજ. માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર. ગાંડપણભરી એક સવારી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે #આ દિવાળી ‘લક્ષ્મી બોમ્બ’ વાળી.’ ટીઝરમાં સ્ક્રીન પર લખીને આવે છે, ‘જબ સમાજ સે નિકાલા હુઆ વ્યક્તિ બેહદ હિંસક હો જાતા હૈ.’

તમિળ ફિલ્મની હિંદી રીમેક

આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત કિઆરા અડવાણી, તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. આ ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘મુનિ 2: કાંચના’ની હિંદી રીમેક છે. ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા 22 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે આ ફિલ્મ રિલીઝ ના થઈ. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

ગયા વર્ષે નવરાત્રિમાં ફર્સ્ટ લુક શૅર કર્યો હતો

અક્ષય કુમારે ગયા વર્ષે નવરાત્રિમાં 3 ઓક્ટોબરના રોજ ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો અન કહ્યું હતું, ‘નવરાત્રિ આંતરિક દેવીને નમન કરવાનો તથા પોતાની અસીમ શક્તિઓનો ઉત્સવ મનાવવા માટે હોય છે. આ શુભ અવસર પર હું લક્ષ્મીના રૂપમાં મારો લુક તમારી સાથે શૅર કરી રહ્યો છું. એક એવી ભૂમિકા, જેના પર મને ઉત્સાહ તથા ગભરામણ બંને છે, પરંતુ જ્યાં આપણાં કમ્ફર્ટ ઝોનનો અંત થાય છે ત્યાં જ જીવન શરૂ થાય છે.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here