Wednesday, August 4, 2021
Homeબોલીવૂડઅક્ષય કુમારની સૂર્યવંશી અને રણવીરની 83 ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ શકે...

અક્ષય કુમારની સૂર્યવંશી અને રણવીરની 83 ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ શકે છે, રિલાયન્સ એન્ટરટેનમેન્ટે રિલીઝ ડેટ આગળ વધારવાની ના કહી

માર્ચથી લઈને અત્યારસુધી ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ સતત પોસ્ટપોન થઇ રહી છે. મહામારીને કારણે દેશભરના થિયેટર બંધ છે આવામાં ફિલ્મમેકર્સ OTT પ્લેટફોર્મ તરફ વળ્યાં છે. સડક 2, લક્ષ્મી બોમ્બ, ગુંજન સક્સેના જેવી ઘણી મોટી ફિલ્મ બાદ હવે રણવીર સિંહની 83 અને સૂર્યવંશી પણ ડિજિટલી રિલીઝ થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સ દિવાળી અથવા ક્રિસમસ પહેલાં જ ફિલ્મને રિલીઝ કરી દેવા ઈચ્છે છે ભલે થિયેટર ઓપન થાય કે નહીં.

હાલમાં જ રિલાયન્સ એન્ટરટેનમેન્ટના CEO શિબાશીશ સરકારનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, અમે ફિલ્મને 100% થિયેટરમાં જ રિલીઝ કરવા ઇચ્છીએ છીએ. જોકે આ સાથે અમે ફિલ્મને એક સમયથી વધુ પોસ્ટપોન કરી ન શકીએ. અમે રિલીઝ ડેટ દિવાળી કે ક્રિસમસથી મોડી કરવા નથી ઇચ્છતા. પહેલો વિકલ્પ છે થિયેટર રિલીઝ જો તે ખુલી જાય અને જ્યારે ઓડિયન્સ પાછી આવે છે.

નેટફ્લિક્સ પર ફિલ્મો રિલીઝ થઇ શકે છે

ફિલ્મ ક્રિટિક સંદીપે આપેલ માહિતી અનુસાર, સૂર્યવંશી અને 83 ધ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ શકે છે જો વર્ષના અંત સુધીમાં થિયેટર ન ખુલ્યા તો. રિલાયન્સ એન્ટરટેનમેન્ટવાળા ફિલ્મને વધુ પોસ્ટપોન કરવા નથી માગતા.

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ સૂર્યવંશી નવેમ્બરમાં દિવાળી આસપાસ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ થિયેટર ન ખુલ્યા તો તેને સીધી ડિજિટલી રિલીઝ કરી દેવામાં આવશે. અગાઉ આ 24 માર્ચે રિલીઝ થવાની હતી તે પહેલાં થિયેટર બંધ થઇ ગયા. આ રીતે 83 પણ ક્રિસમસ સુધી રિલીઝ થઇ જશે થિયેટર ખુલે કે ન ખુલે.

થિયેટર બંધ થતા આ ફિલ્મોએ OTTનો સહારો લીધો

થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબોથી શરૂ થયો હતો. ત્યારબાદ શકુંતલા દેવી, લૂટકેસ, દિલ બેચારા, ગુંજન સક્સેના જેવી ઘણી ફિલ્મ ડિજિટલી રિલીઝ કરવામાં આવી. આ સિવાય સડક 2, લક્ષ્મી બોમ્બ, ધ બિગ બુલ જેવી ફિલ્મો પણ ડિજિટલી રિલીઝ થવાની છે. 83 અને સૂર્યવંશી સિવાય સારા અને વરુણ સ્ટારર કૂલી નંબર 1 ફિલ્મ પણ OTT પર રિલીઝ થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments