અક્ષય જોઈ લો કે કાર્તિક બંન્ને સરખા જ લાગશે, ‘ભૂલ ભૂલૈયા-2’નો ફર્સ્ટ લૂક વાયરલ

0
0

પાછલા કેટલાક સમયથી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ ભૂલ ભૂલૈયા 2ની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે આ ફિલ્મનો કાર્તિક આર્યનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ઓફિશયલ આ વાતની જાહેરાત કરવામાં આવી છે.

2007માં જેવો લૂક અક્ષયનો હતો એવો જ કાર્તિક આર્યનનો લૂક ભૂલ ભૂલૈયામાં 2માં જોવા મળ્યો છે. કાર્તિકનો આ અવતાર જોઈને ફેન્સમાં પણ ખુશીનો માહોલ છે. ભુષણ કુમારનાં બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કાર્તિકે કહ્યું હતું કે તે આ રોલ માટે ખુબ એક્સાઈટેડ છે. આ એક્સાઈટમેન્ટનું કારણ જણાવતા તેણે કહ્યું કે તે અક્ષય કુમારનાં રોલને ફરીથી ભજવી રહ્યો છે એ સૌથી મોટી ખુશીની વાત છે. તેમજ એવી પણ ખબરો છે કે અક્ષય કુમાર સ્પેશિયલ અપીયરેન્સમાં જોવા મળવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here