અલ્લાદ્દિનઃ નામ તો સુના હી હોગા’ શોને અવનિત કૌરે છોડતાં આ સ્ટારને લોટરી લાગી

0
10

થોડાં દિવસ પહેલા જ ટી.વી. સિરિયલોના શૂટિંગ શરૂ થયાં છે ત્યાં કોઈક કલાકારો શો છોડી રહ્યાં છે તો કોઈક તેમના સ્થાને ગોઠવાઈ રહ્યાં છે. ‘અલ્લાદ્દિનઃ નામ તો સુના હી હોગા’માં ‘યાસ્મિન’ની ભૂમિકા ભજવતી અવનિત કૌર સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાને કારણે આ શો છોડી દીધો છે અને તેના સ્થાને ‘યહ ઉન દિનોં કી બાત હૈ’માં ‘નયના’નું પાત્ર ભજવીને જાણીતી બનેલી અશી સિંગ ગોઠવાઈ ગઈ છે.

સ્ટંટ સીન કરવા ઉત્સુક

અશીએ કહ્યું હતું કે એક કલાકાર તરીકે હું વિવિધ પ્રકારના કિરદાર નિભાવવા માગું છું. મારો આ રોલ ‘નયના’ની ભૂમિકા કરતાં તદ્દન વેગળો છે. મેં ક્યારેય વિચાર્યું પણ ન હોતું કે મને આવા કોઈ કાલ્પનિક શોમાં કામ કરવા મળશે. તેથી મને આ ધારાવાહિકની ઓફર થઈ ત્યારે મેં ઝાઝો વિચાર કર્યા વિના સ્વીકારી લીધી હતી. મેં સ્ક્રીન પર ક્યારેય એકશન દ્રશ્યો નથી ભજવ્યા. તેથી હું આ સિરિયલના સ્ટંટસ માટે પુષ્કળ મહેનત કરીશ.

https://www.instagram.com/p/CBdKYFGpfcZ/?utm_source=ig_embed

આ કારણે અશી કામ કરવા તૈયાર ન હતી

જોકે અશી કહે છે કે હું ક્યારેય અન્ય અભિનેત્રીના સ્થાને કામ કરવા નહોતી માગતી. અગાઉથી જે અભિનેત્રી કામ કરતી હોય તેને દર્શકોએ સ્વીકારી લીધી હોય છે. તેથી તેના સ્થાને આવેલી અદાકારાનો સ્વીકાર થવામાં થોડો સમય લાગે. પરંતુ હમણાં ત્રણ મહિના સુધી બધા શો બંધ હતા તેથી દર્શકો બધા કલાકારોને નવેસરથી જોતાં હોય એવી સ્થિતિ સર્જાશે. સ્વાભાવિક રીતે જ મારા માટે આ સ્થિતિ લાભકારક પુરવાર થશે.

આ કારણે છોડ્યો શો

જ્યારે અવનીતે કહ્યું હતું કે હમણાં કોરોનાની ભીતિ ચાલી રહી છે. ગયા વર્ષે મને ડેન્ગ્યુ થયો હતો અને મારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હતી તોય હું ફરીથી કામે ચડી હતી. વળી મારા શિરે મારી બોર્ડની પરીક્ષાની તૈયારીનું ટેન્શન પણ હતું તેથી હું સાવ નબળી થઈ ગઈ છું. આવી સ્થિતિમાં હું સેટ પર જવાનું જોખમ લેવા નથી માગતી. મારા માતા પિતા પણ ઈચ્છે છે કે હું હમણાં સેટ પર ન જાઉં. તેથી મેં શો છોડવાનો નિર્ણય કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here