અમદાવાદ સ્ટિંગ : શહેરના ગાયકવાડ પોલીસ સ્ટેશનની હદમાં ચાલે દારૂ-જુગાર ના અડ્ડાઓ!

0
325
અમદાવાદના ગાયકવાડ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ ???

વાત કરીયે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ગાયકવાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયખડ વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે જયારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાવાયરસથી પીડાઈ રહ્યું ત્યારે અમદાવાદ શહેરના ગાયકવાડ પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

(અમદાવાદ:રાયખડ :દિલાવરના વરલી મટકાના અડ્ડાનું સ્ટિંગ)

રાયખડ વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દારૂ-જુગારના અડ્ડાઓ

અમદાવાદ શહેર જયારે કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં ટોપ 10 માં આવે છે ત્યારે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા અને કોરોના વાયરસને રોકવા પ્રયત્ન કરી રહી છે. એવામાં જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની લાલચે ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ પોતાના મળતીયાઓ સાથે મળીને ચલાવી રહ્યા છે.

કોણ આપી રહ્યું છે આ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી!

અમે આજે વાત કરીશું અમદાવાદ શહેરમાં આવેલ ગાયકવાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયખડ વિસ્તારની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર (એન.એન.પરમાર) થી લઈને તેમના દ્વારા વહીવટદાર તરીકે મુકેશ કે જે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ દ્વારા રાયખડમાં ખૂણે ખૂણે દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી આપી છે. તે દારૂ-જુગારના અડ્ડાઓની વિગત નીચે મુજબ છે.

(1) શકરી : દેશી દારૂ : જગન્નાથ મંદિરની સામે, સ્કૂલની અંદર, રાયખડ.

(2) ફરસી : દેશી દારૂ : રાયખડ.

(3) મરશી : દેશી દારૂ : રાયખડ.

(4) ભૂરો : દેશી દારૂ : ફુલબજાર, રાયખડ.

(5) મુન્નો : વરલી-મટકા, જુગાર : અબદાલવાડ, વ્યાસના દવાખાનાની પાસે, રાયખડ.

(6) ઝાકીર : જુગાર : ગાઝાપીરની દરગાહની બહાર, રાયખડ.

(7) જમીલા : જુગાર : ઈકબાલ હોટેલ પાસે, રાયખડ.

(8) બાલા : દેશી દારૂ હોલસેલ : રાયખડ.

વહીવટદાર મુકેશ ની બુટલેગરો સાથે છે સાઠગાંઠ

સૂત્રોના જણાવ્યા મુજબ શકરી અને બાલા જે કેમિકલવાળો દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે. શકરી અને બાલા વધુ નફા અને વધારે પોલીસના હપ્તાને લીધે કેમીકલવાળું દેશી દારૂ વેચીને આમ પબ્લિકના જીવ સાથે રમી રહ્યા છે. જેઓ લિસ્ટેડ બુટલેગરો છે. અને મુકેશ (વહીવટદાર) ના ખાસ બુટલેગરો છે. મુકેશ કે જેઓ પોલીસ ખાતામાં જોડાયા ત્યારથીજ વહીવટદાર તરીકે ને કામગીરી શરુ કરી દીધી હતી.

(અમદાવાદ રાયખડમાં જાહેરમાં વેચાતું દેશી દારૂનો વિડિઓ)

ફરિયાદ કરાતા ફરિયાદીઓને મળે છે બુટલેગરો દ્વારા ધમકી

કોરોના જેવી મહામારીમાં રાયખડ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ વધવાનું કારણ આ દારૂ-જુગારના અડ્ડાઓ છે. અમુક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ પોતાના હપ્તા માટે રાયખડ વિસ્તાર ને કોરોનાગ્રસ્ત બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપરથી મુકેશ રોજના હપ્તા પેટે લાખો રૂપિયા રોજ ઉઘરાવી રહ્યા છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર સાહેબ ને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરતા આ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવતા નથી અને ફરિયાદ કરનાર ફરિયાદીઓના નામ અને સરનામુ બુટલેગરને આપી બુટલેગરો દ્વારા ધમકાવવામાં આવે છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર સાહેબના કહેવાતા લાડકા કમાઉ દીકરા એવા મુકેશ લાખો રૂપિયાની લાલચમાં રાયખડ ને દારૂ-જુગારના અડ્ડાઓનું હબ બનાવી દીધું છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર સાહેબને પણ દારૂ-જુગારના અડ્ડાઓના હપ્તા મળતા હોવાથી આ દારૂ-જુગારના અડ્ડાઓ દેખાતા નથી.

પોલીસ કમિશ્નર શ્રી ને દોરવામાં આવે છે ગેરમાર્ગે

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અને ઝોન 3, ડી.સી.પી. ની બદલી તથા જ ગાયકવાડ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર એવા મુકેશ રાયખડ વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવા સક્રિય થઇ ગયા હતા. અને નવા નિમણુંક પામેલા ઝોન 3, ડી.સી.પી. સાહેબને ગેરમાર્ગે દોરી કે રાયખડ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દારૂ-જુગારના અડ્ડાઓ ચાલતા નથી. અને ડી.સી.પી. સ્કોડના માણસોને સાથે રાખી રાયખડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ – જુગારના અડ્ડાઓ ચલાવે છે.

ઝોન 3, ડી.સી.પી. સ્કોડ અને પી.સી.બી. સ્કોડ છે નિષ્ક્રીય

રાયખડ વિસ્તારના સ્થાનિક લોકોદ્વારા CN24NEWS નો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી. અને CN24NEWS દ્વારા રાયખડ વિસ્તારમાં સમગ્ર દારૂ – જુગારના અડ્ડાઓ ઉપર સ્ટિંગ ઓપરેશન કરી સાચી વિગતો બહાર લાવવાનો પ્રયત્ન કરેલ છે. કે જે ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.પરમાર સાહેબને દેખાતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here