ગાંધીનગર જિલ્લાના કલોલ સીટી પોલીસ સ્ટેશન ની હદમાં ચાલે દારૂ-જુગાર ના અડ્ડાઓ.

0
0

STORY BY : PAWAN MAKAN

 

કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ ???

વાત કરીયે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં આવેલ કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે જયારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાવાયરસથી પીડાઈ રહ્યું ત્યારે કલોલ સીટી પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દારૂ-જુગારના અડ્ડાઓ

ગુજરાત રાજ્ય માં જયારે કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં ટોપ 10 માં આવે છે ત્યારે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા અને કોરોના વાયરસને રોકવા પ્રયત્ન કરી રહી છે. એવામાં જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની લાલચે ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ પોતાના મળતીયાઓ સાથે મળીને ચલાવી રહ્યા છે.

કોણ આપી રહ્યું છે આ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી!

અમે આજે વાત કરીશું ગાંધીનગર જિલ્લાના કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને તેમના દ્વારા વહીવટદાર તરીકે અનુપસિંહ કે જે કલોલ ડી.વાય.એસ.પી. ની ઓફિસ માં રાઇટર તરીકે ની ફરજ બજાવે છે. અને અનિરુદ્ધસિંહ કે જે કાલોલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ દ્વારા કલોલ સીટીમાં ખૂણે ખૂણે દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી આપી છે. તે દારૂ-જુગારના અડ્ડાઓ ની વિગત નીચે મુજબ છે.

(1) મઝહર – ટાવર ચોક , કાલોલ. ( ઈંગ્લીશ દારૂ, રિટેલ અને હોલસેલ )

(2) રાજુ પેઈન્ટર – સિંદબાદ હોટેલની સામે ના વિસ્તારમાં, કલોલ (ઈંગ્લીશ દારૂ)

(3) ઈકબાલ – ટાવર ચોક , કાલોલ. (વરલી-મટકા)

(4) મહંમદ – કસબામાં, કલોલ। (વરલી-મટકા)

(5) નીમું બારોટ – બારોટ વાસમાં, કલોલ ( જુગાર રમી અને મેરેજ )

(6) મેરુ ઠાકોર – મોટા ઠાકોરવાસમાં, કલોલ (જુગાર)

(7) અંગી ઠાકોર – નવજીવનની ચાલી, કલોલ (ઈંગ્લીશ દારૂ )

(8) શારદા – ઠાકોર વાસ, કલોલ (દેશી દારૂ )

(9) કમો – ઠાકોર વાસ, કલોલ (દેશી દારૂ)

(10) રવિ – ગાયનો ટેકરો, કલોલ (દેશી દારૂ)

વહીવટદાર અનુપસિંહ અને અનિરુદ્ધસિંહની બુટલેગરો સાથે છે સાઠગાંઠ

 

સૂત્રો ના જણાવ્યા મુજબ શારદા અને કમો કે જેઓ કેમિકલવાળો દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે. શારદા અને કમો પેઈન્ટર વધુ નફા અને વધારે પોલીસના હપ્તાને લીધે કેમીકલવાળું દેશી દારૂ વેચીને આમ પબ્લિકના જીવ સાથે રમી રહ્યા છે. જેઓ લિસ્ટેડ બુટલેગરો છે. અને અનુપસિંહ (વહીવટદાર) અને અનિરૃદ્ધસિંહ (વહીવટદાર) ના ખાસ બુટલેગરો છે. અનુપસિંહ કે જેઓ પોલીસ ખાતામાં જોડાયા ત્યારથીજ વહીવટદાર તરીકે ને કામગીરી શરુ કરી દીધી હતી.

ફરિયાદ કરાતા ફરિયાદીઓને મળે છે બુટલેગરો દ્વારા ધમકી

કોરોના જેવી મહામારીમાં કલોલ સીટી વિસ્તારમાં કોરોનાના દર્દીઓ વધવાનું કારણ આ દારૂ-જુગારના અડ્ડાઓ છે. અમુક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ પોતાના હપ્તા માટે કલોલ સીટી વિસ્તારને કોરોનાગ્રસ્ત બનાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપરથી અનુપસિંહ અને અનિરૃદ્ધસિંહ રોજના હપ્તા પેટે લાખો રૂપિયા રોજ ઉઘરાવી રહ્યા છે. કલોલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પ્રજાપતિ ને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરતા આ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવતા નથી અને ફરિયાદ કરનાર ફરિયાદીઓના નામ સરનામો બુટલેગરને આપી બુટલેગરો દ્વારા ધમકાવવામાં આવે છે. કલોલ સીટી પોલીસ સ્ટેશનના પોલસ ઇન્સ્પેક્ટરના કહેવાતા લાડકા કમાઉ દીકરા એવા અનુપસિંહ અને અનિરુદ્ધસિંહ એ લાખો રૂપિયાની લાલચમાં કલોલ સીટી ને દારૂ-જુગાર ના અડ્ડાઓનું હબ બનાવી દીધું છે. કલોલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પ્રજાપતિ ને પણ દારૂ-જુગારના અડ્ડાઓના હપ્તા મળતા હોવાથી આ દારૂ-જુગારના અડ્ડાઓ દેખાતા નથી.

જિલ્લા એસ.પી. સાહેબ શ્રી ને દોરવામાં આવે છે ગેરમાર્ગે

રેન્જ આઈ.જી. અને પી.આઈ. ની બદલી તથા જ કલોલ સીટી પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર એવા અનુપસિંહ અને અનિરુદ્ધસિંહ કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવા સક્રિય થઇ ગયા હતા. અને નવા નિમણુંક પામેલા રેન્જ આઈ.જી. અભેય ચુડાસમા સાહેબ ને ગેરમાર્ગે દોરી કે કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દારૂ-જુગારના અડ્ડાઓ ચાલતા નથી. અને એલ.સી.બી. અને આર.આર.સેલ ના માણસો ને સાથે રાખી કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવે છે.

આર.આર.સેલ અને એલ.સી.બી. સ્કોડ છે નિષ્ક્રીય

કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થાનિક લોકોદ્વારા CN24NEWS નો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી. અને CN24NEWS દ્વારા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર સ્ટિંગ ઓપરેશન કરી સાચી વિગતો બહાર લાવવાનો પ્રયત્ન કરેલ છે. કે જે કલોલ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જતીન પ્રજાપતિ સાહેબ ને દેખાતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here