Friday, March 29, 2024
Homeઅમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ચાલે દારૂ-જુગાર ના અડ્ડાઓ.
Array

અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ચાલે દારૂ-જુગાર ના અડ્ડાઓ.

- Advertisement -

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ ???

વાત કરીયે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે જયારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાવાયરસથી પીડાઈ રહ્યું ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દારૂ-જુગારના અડ્ડાઓ

અમદાવાદ શહેર જયારે કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં ટોપ 10 માં આવે છે ત્યારે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા અને કોરોના વાયરસને રોકવા પ્રયત્ન કરી રહી છે. એવામાં જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની લાલચે ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ પોતાના મળતીયાઓ સાથે મળીને ચલાવી રહ્યા છે.

કોણ આપી રહ્યું છે આ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી!

અમે આજે વાત કરીશું અમદાવાદ શહેરમાં આવેલ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને તેમના દ્વારા વહીવટદાર તરીકે રાજદીપસિંહ કે જે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ દ્વારા શાહીબાગમાં ખૂણે ખૂણે દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી આપી છે. તે દારૂ-જુગારના અડ્ડાઓ ની વિગત નીચે મુજબ છે.

(1) મધુ ઠાકોર : દેશી દારૂ : ઠાકોરવાસ, અસારવા ગામમાં, શાહીબાગ

(2) જૈમિન કિશન માસ્ટર : દેશી દારૂ : ગિરધરનગર સોસાયટી સામે, શાહીબાગ

(3) લીલા પોપટ : દેશી દારૂ : કાનજીનગરના છાપરા, યુ.એન.મહેતા હોસ્પિટલની સામે, સિવિલ, શાહીબાગ

(4) હંસા ઠાકોર : દેશી દારૂ : ઘોડા કેમ્પ, શાહીબાગ

(5) કિશન દિલાજી : દેશી દારૂ : ખોડિદાસની ચાલી, સિવિલ પોલીસ ચોકી સામે, શાહીબાગ

વહીવટદાર રાજદીપસિંહ ની બુટલેગરો સાથે છે સાઠગાંઠ

સૂત્રો ના જણાવ્યા મુજબ જૈમિન કિશન માસ્ટર અને કિશન દિલાજી કે જેઓ કેમિકલવાળો દેશી દારૂ બનાવી ને વેચાણ કરે છે. જૈમિન કિશન માસ્ટર અને કિશન દિલાજી વધુ નફા અને વધારે પોલીસના હપ્તા ને લીધે કેમીકલવાળું દેશી દારૂ વેચીને આમ પબ્લિકના જીવ સાથે રમી રહ્યા છે. જેઓ લિસ્ટેડ બુટલેગરો છે. અને રાજદીપસિંહ (વહીવટદાર) ના ખાસ બુટલેગરો છે. રાજદીપસિંહ કે જેઓ પોલીસ ખાતામાં જોડાયા ત્યારથીજ વહીવટદાર તરીકે ને કામગીરી શરુ કરી દીધી હતી.

ફરિયાદ કરાતા ફરિયાદીઓને મળે છે બુટલેગરો દ્વારા ધમકી

કોરોના જેવી મહામારીમાં શાહીબાગ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ વધવાનું કારણ આ દારૂ-જુગારના અડ્ડાઓ છે. અમુક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ પોતાના હપ્તા માટે શાહીબાગ વિસ્તારને કોરોનાગ્રસ્ત બનાવી રહ્યા છે. સૂત્રો ના જણાવ્યા મુજબ આ તમામ દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપરથી રાજદીપસિંહ રોજના હપ્તા પેટે લાખો રૂપિયા રોજ ઉઘરાવી રહ્યા છે. શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલ સાહેબ ને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરતા આ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવતા નથી અને ફરિયાદ કરનાર ફરિયાદીઓના નામ અને સરનામુ બુટલેગરને આપી બુટલેગરો દ્વારા ધમકાવવામાં આવે છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલ સાહેબના કહેવાતા લાડકા કમાઉ દીકરા એવા રાજદીપસિંહે લાખો રૂપિયાની લાલચમાં શાહીબાગ ને દારૂ-જુગારના અડ્ડાઓનું હબ બનાવી દીધું છે. શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલ સાહેબને પણ દારૂ-જુગારના અડ્ડાઓના હપ્તા મળતા હોવાથી આ દારૂ-જુગારના અડ્ડાઓ દેખાતા નથી.

પોલીસ કમિશ્નર શ્રી ને દોરવામાં આવે છે ગેરમાર્ગે

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અને ઝોન 4 , ડી.સી.પી. ની બદલી તથા જ શાહીબાગ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર એવા રાજદીપસિંહ શાહીબાગ વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવા સક્રિય થઇ ગયા હતા. અને નવા નિમણુંક પામેલા ઝોન 4, ડી.સી.પી. સાહેબ ને ગેરમાર્ગે દોરી કે શાહીબાગ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દારૂ-જુગારના અડ્ડાઓ ચાલતા નથી. અને ડી.સી.પી. સ્કોડના માણસોને સાથે રાખી શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવે છે.

ઝોન 4, ડી.સી.પી. સ્કોડ અને પી.સી.બી. સ્કોડ છે નિષ્ક્રીય

શાહીબાગ વિસ્તારના સ્થાનિક લોકોદ્વારા CN24NEWS નો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી. અને CN24NEWS દ્વારા શાહીબાગ વિસ્તારમાં સમગ્ર દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપર સ્ટિંગ ઓપરેશન કરી સાચી વિગતો બહાર લાવવાનો પ્રયત્ન કરેલ છે. કે જે શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલ સાહેબને દેખાતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular