મોરબી : માળીયાના વેજલપુર ખાતે દારૂ ભરેલી કાર પલટી, ડ્રાઇવરનું મોત

0
26

માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું

 

 

માળીયાના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ આજે વહેલી સવારના પહોરમાં આશરે 6 વાગ્યાની આસપાસ વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર નં. GJ-18-AB-8047 રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે GIDC વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામ કરમાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માતના કારણે ભીડ જમા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ. માટે માળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે દારૂબંધી હોવા છતાં અને સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર ઘાટીલા પાસે પહોંચી કઈ રીતે? તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here