- Advertisement -
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રદીપ સેજુળ સાહેબએ બનાસકાંઠા જિલ્લા માંથી દારૂ ની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરેલ હોય. જે બાબતે શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ તેઓ ના માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી કે.કે પાટડીયા પો.સબ.ઈન્સ તથા એ.એસ.આઈ ફલજીભાઈ તથા આગથળા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ. પરસોતમભાઈ તથા લક્ષ્મણસિંહ વગેરે પોલીસ સ્ટાફના મા સાથે આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા.
જે દરમિયાન મળેલ હકીકત ના આધારે લાખણી તાલુકાના કોટડા ગામેથી એક સિલ્વર કલરની ટોયેટા કંપનીની કોરોલા ગાડીનો ચાલક ગણેશજી તથા ગુમાનસિંહ વાળાઓની કોરોલા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ- 1034 કિંમત રૂપિયા 1,03,400/- નો રાખી સહિત ગાડી કિંમત રૂપિયા.1,00,000/- એમ કુલ મળી કિંમત રૂપિયા 2,03,400/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા પોલીસની નાકાબંધી જૉઇને ગાડી મુકીને નાસી છૂટયા હતા . જે ગુનાને લઈને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા