Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તારમાં કારમાં દારૂની હેરાફેરી, પોલીસે અસારવાના બે શખ્સની ધરપકડ...
Array

અમદાવાદ : વસ્ત્રાપુર વિસ્તારમાં કારમાં દારૂની હેરાફેરી, પોલીસે અસારવાના બે શખ્સની ધરપકડ કરી

અમદાવાદ. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સાકેત ટાવર પાસે અમૂલ પાર્લર આગળ એક ટોયોટા ઈનોવા કાર તથા મારૂતી સુઝૂકી સિયાઝ કારમાં દારૂની હેરફેર કરતા બે શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ 31 બોટલો, બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ઇનોવા કાર કોની હતી. તેમાં કોનો દારૂ હતો તેમજ કોને આપવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

બાતમીને આધારે બંનેને પોલીસે પકડ્યા

વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, સાકેત ટાવર પાસે એક કારમાં ઈન્દ્રજીત થાનસિંઘ રાજપુત (રહે- મુળજી કનીરામની ચાલી ચમનપુરા,અસારવા) કારની ડેકીમાં ચોરખાનું બનાવી દારૂની બોટલો લાવતો હોય તથા વેચાણ કરે છે તે દારૂની હેરફેર માટે આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.  ઇનોવા કારમાંથી અન્ય કારમાં દારૂની હેરફેર કરવા જતાં પોલીસે ઇન્દ્રજીત અને વિજય લક્ષ્મણભાઈ ઠાકોર ( રહે- કાંતિલાલની ચાલી અસારવા હોસ્પિટલના પાંચમા નંબરના ગેટની સામે શાહીબાગ)ની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments