એલર્ટ – રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી

0
16

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓના ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે.

મહેસાણામાં 8 ઇંચ વરસાદ
મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ગોપીનાળામાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢમાં સતત ધોધમાર વરસાદ
જૂનાગઢમાં પડી રહેલા સતત ધોધમાર વરસાદના કારણે નરસિંહ મહેતા સરોવરોમાં નવા નીર આવ્યાં છે. જયારે ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારેને એલર્ટ કરવામાં આવ્યાં છે.

પંચમહાલમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી અંદાજિત 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું છે. વરસાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાનું મુખ્ય નગર ગોધરા થયું છે.

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના છલાળા ગામમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામમાં ઉપરવારસમાં ભારે વરસાદને પગલે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર ગામમા કેડ સમણાં પાણી ભરાયાં છે. જ્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

  • પોરબંધરમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
  • ખેડાના મહેમદાબાદના રૂદણ ગામે ઘરોમાં પાણી ઘૂસ્યા
  • સુરતમાં ભારે વરસાદને કારણે કોઝ વે ડૂબ્યો, અધિકારીઓની રજા રદ્દ કરાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here