અલી અબ્બાસ ઝફરની વાઈફ અલિસિયાનો પહેલો ફોટો સામે આવ્યો, કનિકા ઢીલ્લને હિમાંશુ શર્મા સાથે લગ્ન કરી લીધા

0
16

જાન્યુઆરી 2021નું પહેલું અઠવાડિયું લગ્નના સમાચારથી પેક રહ્યું. એક દિવસ પહેલાં જ ‘ભારત’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘સુલતાન’ જેવી ફિલ્મોના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેનાં લગ્ન જાહેર કર્યા છે, જે એક સિક્રેટ વેડિંગ હતી. હવે ‘કેદારનાથ’ ફિલ્મની રાઇટર કનિકા ઢીલ્લને પણ લગ્ન કરી લીધા છે. એવું લાગી રહ્યું છે કે 2020ની જેમ આ વર્ષે પણ બોલિવૂડના બધા કુંવારા લગ્ન કરી લેશે.

અલીએ વાઈફ માટે ક્યૂટ નોટ લખી…

અલી અબ્બાસ ઝફરે તેની વાઈફનો ફોટો શેર કર્યો છે. તેની સાથે જ તેણે એક ક્યૂટ નોટ શેર કરી લખ્યું, 1400 વર્ષ પહેલાં ઇમામ અલીએ ફાતિમા અલ ઝહરાને કહ્યું હતું કે, મારા બધા દુઃખ અને ચિંતાઓ ગાયબ થઇ જાય છે જ્યારે હું તારો ચહેરો જોઉં છું. અલિસિયા, હું તને જોઈએ એકદમ એવું જ ફીલ કરું છું. જિંદગીભર માટે મારી.

નજીકના લોકો માટે લાઈવ ટેલિકાસ્ટ થયું

અલી અબ્બાસ ઝફર દેહરાદૂનમાં માત્ર 30 લોકોની જાન લઈને પહોંચ્યા હતા. મૂળ ઈરાનની ફ્રેન્ચ દુલ્હન અલિસિયા વિશે અલીએ અગાઉ કઈ નથી જણાવ્યું. કોવિડ પ્રોટોકોલને કારણે લગ્નની વિધિમાં માત્ર 30 લોકો જ સામેલ થઇ શક્યા. અલીનો ભાઈ પણ તેમાં સામેલ થઇ શક્યો ન હતો, કારણકે તે બ્રિટનમાં ફસાયો હતો.

મૌલાના કમાલ અને રિવાયત અલીએ નિકાહની વિધિ પૂરી કરાવી. અલી હાલમાં જ ત્યાં તેની શાનદાર હવેલીમાં શિફ્ટ થયો છે. અલીના નજીકના લોકો જે નિકાહમાં આવી ન શક્યા તેના માટે અલીએ લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરાવ્યું.

કનિકાએ પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું

કનિકા ઢીલ્લને સ્વરા ભાસ્કરના એક્સ બોયફ્રેન્ડ હિમાંશુ શર્મા સાથે લગ્ન કરી લીધા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે. કનિકા – હિમાંશુના લગ્ન પણ સિક્રેટ વેડિંગ હતા. આ બંનેએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની સગાઈ વિશે જણાવ્યું હતું. કનિકાની જેમ હિમાંશુ પણ રાઇટર છે.

ગયા વર્ષે જૂનમાં બંનેએ પોતાના રિલેશનને જાહેર કર્યા હતા. વર્ક ફ્રન્ટ પર હિમાંશુએ લખેલી ‘અતરંગી રે’ અને કનિકાની લખેલી ‘હસીન દિલરુબા’ આગામી ફિલ્મ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here