ગિલાનીનો હુર્રિયત સાથેનો અણગમો : અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું, તે અલગાવવાદી ગ્રુપના આજીવન ચેરમેન હતા

0
4

શ્રીનગર. જમ્મુ-કાશમીરમાં અલગાવવાદી સંગઠન ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફોરન્સના સૌૈથી મોટા નેતા અલી શાહ ગિલાનીએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. એક ઓડિયો મેસેજમાં તેમણે કહ્યું હરિયત કોન્ફોરન્સની હાલની સ્થિતિને જોતા મેેં તેના તમામ સ્વરૂપોમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ અંગે હુર્રિયતના તમામ લોકોને વિગતે પત્ર લખીને જાણ કરવામાં આવી છે. 90 વર્ષના ગિલાની પાર્ટીના આજીવન ચેરમેન હતા.

ગિલાનીની તબિયત પણ સારી નથી

ગિલાનીની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી સારી નથી. તેમને હાર્ટ, કિડની અને ફેફસામાં તકલીફ છે. ફેબ્રુઆરીમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણીવાર તેમની તબિયતને લઈને અફવાહો પણ ઉડાવવામાં આવી હતી.

શું છે હુર્રિયત કોન્ફોરન્સ

હુર્રિયત કોન્ફોરન્સ કાશ્મીરમાં સક્રિય તમામ નાના-મોટા અલગાવવાદી સંગઠનોનો મંચ છે. જમ્મુ-કાશ્મીરમાં 1987માં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફોરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી. નેશનલ કોન્ફોરન્સને 40 અને કોંગ્રેસને 26 સીટ મળી. અબ્દુલ્લાએ સરકાર બનાવી. આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓની મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટને માત્ર 4 સીટ મળી હતી. પછીથી કોંગ્રેસ અને નેશનલ કોન્ફોરન્સના ગંઠબંધનના વિરોધમાં ઘાટીમાં 13 જુલાઈ 1993ના રોજ ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફોરન્સની સ્થાપના કરવામાં આવી છે. તેનું કામ ઘાટીમાં અલગાવવાદી આંદોલનને વધારવાનું હતું.