Categories
બોલીવૂડ

ફિટનેસ ફ્રીક : 26 વર્ષીય આલિયા ભટ્ટે ડેડલિફ્ટ કર્યું, જીમમાં 70 કિલો વજન ઉઠાવ્યું હતું તેનો વીડિયો વાઇરલ થયો

બોલિવૂડ ડેસ્ક: આલિયા ભટ્ટનો એક વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. તેમાં તે ડેડલિફ્ટિંગ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં આલિયાએ 70 કિલો વજન ઉઠાવ્યું છે જે તેના વજનથી ઘણું વધારે છે.

જીમે વીડિયો શેર કર્યો
આલિયાના આ વર્ક આઉટનો વીડિયો તેની જીમ સોહફિટના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આલિયા ભટ્ટ વખાણને લાયક છે. જ્યારે તેને વર્ષની શરૂઆતમાં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને વજન ઉઠાવવાની આદત ન હતી. તે ધીરે ધીરે સ્ટ્રોંગ બનવાની પ્રોસેસને એન્જોય કરવા લાગી. તેણે જ્યારે પહેલીવાર ડેડલિફ્ટનો પ્રયત્ન કર્યો હતો ત્યારે અમે 20LB ડમ્બલનો ઉપયોગ કર્યો હતો અને આ વાત 9 મહિના જૂની છે. અમુક અઠવાડિયાં પહેલાં તેણે 50 કિલો વજન ઉઠાવ્યું અને 5 રેપ્સ કર્યા. આજે લિફ્ટિંગ દિવસ હતો. થોડા વોર્મ અપ સેટ્સ પછી તેણે 60 કિલોના 3 રેપ્સ કર્યા. અમે વધુ આગળ જવાનું નક્કી કર્યું. તેણે 70 કિલો વજન ઉઠાવ્યું અને તે પણ 3 રેપ્સ. આલિયા ભટ્ટ સામે કોઈપણ વસ્તુ રાખો તે ક્યારેય પીછે હઠ નથી કરતી.’

https://www.instagram.com/p/B2T8WN0lYXR/?utm_source=ig_embed

આલિયા ભટ્ટ હાલ તેના પિતા મહેશ ભટ્ટની કમબેક ફિલ્મ ‘સડક 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ઈન્શાઅલ્લાહ’ જેવી ફિલ્મોમાં દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *