બોલિવૂડની હોમ ડિલિવરી : આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન તથા વરુણ ધવને લૉકડાઉનના અનુભવો જણાવ્યાં

0
16

મુંબઈ. સોમવાર, 29 જૂનના રોજ વરુણ ધવનની મેજબાનીમાં આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર તથા અજય દેવગન ઝૂમ કોલ પર પોતાની અપકમિંગ ફિલ્મ રિલીઝની અનાઉન્સમેન્ટ કરી રહ્યાં છે. આ સ્ટાર્સ ફિલ્મની ડિઝ્ની પ્લસ તથા હોટસ્ટાર પ્લેટફોર્મ પર આવશે. સૌ પહેલાં સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ સ્ટ્રીમ થશે.

સ્ટાર્સે ફિલ્મના પોસ્ટરના રિલીઝ કર્યાં

  • અક્ષય કુમારે ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પોસ્ટર રિલીઝ કર્યું. અક્ષય કુમાર કિન્નરના રોલમાં. અક્ષય ત્રીજીવાર કિઆરા અડવાણી સાથે કામ કરશે. આ પહેલાં અક્ષય તથા કિઆરા ‘ગુડ ન્યૂઝ’ તથા ‘ફુગલી’માં સાથે હતાં.
  • અજયે ‘ભુજ’નું પોસ્ટર શૅર કર્યું હતું. પોસ્ટરમાં અજય દેવગન યુનિફોર્મમાં જોવા મળે છે અને સાથે સંજય દત્ત પણ છે. રિયલ લાઈફ સ્ટોરી પર બનેલી આ ફિલ્મ અંગે અજયે કહ્યું હતું કે કેવી રીતે 24 કલાકની અંદર સેનાને મદદ કરવામાં આવી હતી.
  • ‘સડક 2’ અંગે આલિયાએ કહ્યું હતું કે પરિવારે સાથે આવીને ફિલ્મ બનાવી અને તેની વાત જ અલગ છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યાં બાદ આલિયાએ કહ્યું હતું કે કોઈ એક્ટર નથી તો લોકો શું કહેશે. પોસ્ટરમાં કૈલાશ માનસરોવરની તસવીર છે. ત્યાં જતાં રસ્તા પર ફિલ્મનું ટાઈટલ લખવામાં આવ્યું છે.
  • ‘બિગ બુલ’ અંગે અભિષેકે કહ્યું હતું કે અજય સાથે તેની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મ મહત્ત્વકાંક્ષાઓની વાત કહે છે. પોસ્ટરમાં અભિષેક બચ્ચન વિચારમાં ડૂબેલો છે.
  • ઉદય શંકરે ‘દિલ બેચારા’, વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ તથા કુનાલ ખેમુની‘લૂટકેસ’ના પોસ્ટર રિલીઝ કર્યાં હતાં.

અક્ષય કુમારે કહ્યું હતું કે 20 વર્ષની કરિયરમાં તે પહેલી વાર આટલા દિવસ ઘરમાં રહ્યો. આટલા દિવસમાં તો તેણે તથા ડેવિડ ધવને સાથે મળીને બે-ત્રણ ફિલ્મ બનાવી દીધી હોત. હાલમાં તે જીવનની મજા માણી રહ્યો છે.

ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે અક્ષયે કહ્યું હતું કે તે શનિવારે ફિલ્મ જોવા માટે ક્રેઝી હતો. તેને જમવાનું પણ યાદ રહેતું નહોતું. મહામારી દરમિયાન તે માને છે કે જે બાબતો બદલી ના શકાય તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. પરિવાર તથા મિત્રોની સાથે લિવિંગ રૂમમાં ફિલ્મ જોવાની મજા માણો. આ સમયે શો ટાઈમ, ઈન્ટરવલ તથા નાસ્તો બધું  જ તમારી પસંદનું હશે.

આલિયાએ કહ્યું હતું, મેં ગિટારના ક્લાસ શરૂ કર્યાં છે. અઠવાડિયામાં ત્રણ-ચાર ક્લાસ હોય છે. મેડિટેશન કોર્સ કરે છે. આનાથી ઘણી રાહત મળે છે. ટીવી પણ બહુ  જ જોઉં છું.

અજયે કહ્યું હતું કે 22 વર્ષ પહેલાં તે લૉકડાઉન થઈ ગયો હતો. આથી તેણે બદલો લેવાનું વિચાર્યું અને બધું જ લૉકડાઉન કર્યું. જ્યારે ઘર રહેતો ત્યારે બધાને હેરાન કરતો હતો. જ્યારે એકલો પડતો ત્યારે રાત્રે દોઢ કલાક વેબ શો જોતો હતો. થિયેટર તથા ઘરમાં ફિલ્મ જોવાનો અનુભવ અલગ છે. રોજ થિયેટર જવું શક્ય નથી. હવે નવું માધ્યમ છે અને તેના યુઝર વધારે છે. સારી ફિલ્મ બનશે.

ઉદય શંકરે કહ્યું હતું કે લોકો ઘરમાં બંધ છે. આ સમયે તેમણે એક્ઝિબિશનનું વૈકલ્પિક વર્લ્ડ બનાવવાનું વિચાર્યું. દરેક પ્રકારના પ્રોડ્યૂસરને તક મળે. ફર્સ્ડ ડે ફર્સ્ડ શોની થ્રિલ અહીંયા પણ ફીલ થાય. તેમની પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’ છે. આ ફિલ્મથી તેઓ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ ઓક્ટોબર સુધી તેમની પાસે સારી સારી ફિલ્મ લાઈનઅપમાં છે.

આલિયા ભટ્ટની ‘સડક 2’, અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’, અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ તથા અજય દેવગનની ‘ભુજ’ સામેલ છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં પહેલી જ વાર એક સાથે આટલા મોટા સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પોતાના પ્લેટફોર્મ પર બોલિવૂડની હોમ ડિલિવરી કેમ્પેન હેઠળ આ ફિલ્મ રિલીઝ કરશે. આ કેમ્પેન હેઠળ આઠથી નવ ફિલ્મ લેવામાં આવી છે.

ઓગસ્ટ તથા સપ્ટેમ્બર બાદ થિયેટર બીજીવાર ખુલે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અન્ય ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. અભિષેક બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ ડિજિટલ પ્લેટફોર્મના ભવિષ્યની ચર્ચા કરશે. સૂત્રોના મતે, વરુણ ધવન આ પ્રોગ્રામને હોસ્ટ કર્યો હતો.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારની અંદર સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ જેવી કંપની આવે છે. આ તમામ સાથે અજય દેવગન, અક્ષય કુમારના જૂના સંબંધો છે. અજય તથા સલમાનની સાથે સ્ટારે થોડાં વર્ષ પહેલાં 400 કરોડની ડીલ કરી હતી. અજયને જ્યારે કંપનીએ ‘ભુજ’માટે ડિજિટલ રિલીઝનું પૂછ્યું ત્યારે તે ના પાડી શક્યો નહીં. અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ’આ કંપની હેઠળ જ બને છે. અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ અજયના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે.

‘સડક 2’ ઓગસ્ટના અંતમાં રિલીઝ થઈ શકે છે
આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું શૂટિંગ થોડું બાકી છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે. આથી ઓગસ્ટના છેલ્લાં શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. આલિયાનું આ પ્રકારનું એસોસિયેશન પહેલી જ વાર કંપનીની સાથે છે.

ડિજિટલ રિલીઝને કારણે થિયેટરને ભય નહીં
બિગ સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પર જવા છતાંય ડિસ્ટ્રીબ્યૂટર તથા એક્ઝીબિટર્સે હજી સુધી વિરોધ કર્યો નથી. અક્ષય રાઠીએ કહ્યું હતું કે ફિલ્મ ક્યા રિલીઝ કરવી તેનો અંતિમ નિર્ણય પ્રોડ્યૂસર કરે છે. તેઓ ફિલ્મ બનાવે છે. પ્રોડ્યૂસર્સ તથા એક્ઝીબિટર્સ વચ્ચે છેલ્લાં 100 વર્ષથી સંબંધ છે. આ સંબંધ ક્યારેય તૂટશે નહીં. સારી વાત છે કે સિનેમા તો રહેવાનું જ છે. થિયેટરમાં નવા વિષયોની ક્યારેય ઉણપ આવશે નહીં.

છ મહિનામાં ફિલ્મ તૈયાર થાય છે
ટેક્નોલૉજી એટલી એડવાન્સ છે કે હવે માત્ર છ મહિનામાં બિગ બજેટની ફિલ્મ તૈયાર થઈ જાય છે. સંજય લીલા ભણસાલીથી લઈને રોહિત શેટ્ટી જેવા ડિરેક્ટર્સ આમ કરે છે. અક્ષય કુમાર વર્ષની ચાર ફિલ્મ કરે છે. આગામી છ-આઠ મહિનામાં થિયેટર માટે ભરપૂર કન્ટેટ રહેશે. જેવું થિયેટર ખુલશે એટલે ફિલ્મ રિલીઝ થવા લાગશે. શરૂઆતમાં જૂની ફિલ્મ રિલીઝ થશે, જેવી રીતે ઓસ્ટ્રેલિયા, ફિજી, ન્યૂઝીલેન્ડમાં ‘સિમ્બા’તથા ‘ગોલમાલ અગેન’રિલીઝ થવાની છે.