Thursday, April 18, 2024
Homeઆલિયા ભટ્ટે પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો
Array

આલિયા ભટ્ટે પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

- Advertisement -

15 માર્ચના રોજ આલિયા ભટ્ટે પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કરન જોહરે આલિયા ભટ્ટના જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં આલિયાએ બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો. હવે આ ડ્રેસની કિંમત સામે આવી છે.

1.8 લાખ રૂપિયાનો

આલિયાએ મેગડા બટ્રિમનો બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો. સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ લક્ષ્મી લેહરે સો.મીડિયામાં આલિયાની તસવીરો શૅર કર્યો હતો. આ ડ્રેસની કિંમત વેબસાઈટ પ્રમાણે અમેરિકન ડોલર 2575 છે. ભારતીય ચલણ પ્રમાણે આ ડ્રેસની કિંમત 1,86,645 રૂપિયા જેટલી થાય છે.

આલિયાએ બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો
આલિયાએ બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો
સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટે આલિયાની તસવીરો શૅર કરી હતી

સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટે આલિયાની તસવીરો શૅર કરી હતી

નીતુ સિંહ-માતા સાથે પાર્ટી માણી

આલિયા તથા નીતુ સિંહે સો.મીડિયામાં આ તસવીર શૅર કરી હતી

આલિયા તથા નીતુ સિંહે સો.મીડિયામાં આ તસવીર શૅર કરી હતી

કરન જોહરે 14મી રાત્રે પાર્ટી આપી હતી. 15મીએ આલિયાએ માતા સોની રાઝદાન, નીતુ સિંહ, બહેન શાહીન તથા અન્ય સાથે પાર્ટી માણી હતી.

કરનની પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું

આલિયાની બર્થડે પાર્ટીમાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ અલગ-અલગ કારમાં આવ્યા હતા. અર્જુન તથા મલાઈકા એક જ કારમાં જોવા મળ્યા હતા. અર્જુને જાતે કાર ડ્રાઈવ કરી હતી. ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી પણ પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત ડિરેક્ટર શકુન બત્રા, શશાંક ખૈતાન તથા આદિત્ય રોય કપૂર પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. શાહરુખનો દીકરો આર્યન ખાન પણ આવ્યો હતો

શાહીન ભટ્ટ
શાહીન ભટ્ટ
અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા
અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા
રણવીર સિંહ
રણવીર સિંહ
આર્યન ખાન
આર્યન ખાન
આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર’ તથા ‘RRR’માં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular