આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે મનાવી રહ્યા છે વેકેશન, જુઓ Inside Photos

0
50

નવી દિલ્હી : આલિયા ભટ્ટ  અને રણબીર કપૂર  હાલમાં બોલીવુડ જગતનું બહુચર્ચિત હોટ કપલ છે. આ જોડીએ જ્યારથી પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’  નું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે બંને વચ્ચે કુછ કુછ હોતા હે… અંગે ગપશપ સામે આવતી જ રહે છે. પરંતુ આ મામલાને ત્યારે પાક્કો પુરાવો મળ્યો કે જ્યારે આલિયાએ જાતે કરણ જોહર ના ચેટ શોમાં પોતાના સંબંધ હોવા અંગે ખુલાસો કર્યો હતો. તાજેતરમાં આ બંનેના લગ્ન થયા અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે ઘણા જ ચર્ચાસ્પદ રહ્યા હતા. જોકે એ તસ્વીરો સાચી નથી પરંતુ આ જોડી પોતાનો સંબંધ સાચો અને પાક્કો હોવા અંગેના પુરાવા આપી રહ્યું છે. હાલમાં એવા જ કેટલાક ફોટા સામે આવી રહ્યા છે. બંને જણા સાથે વેકેશન મનાવી રહ્યા છે.

આલિયા અને રણબીર આ સમયે કેન્યા વાઇલ્ડ લાઇફની મજા લઇ રહ્યા છે અને એકબીજા સાથે વધુ નજીક આવવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. ગુરૂવારે આલિયાએ પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જેમાં આલિયા ઉગતા સૂરજને જોઇ રહી છે.

આલિયા અને રણબીર કપૂરની આ જોડી સો પ્રથમ ગત વર્ષે સોનમ કપૂરના લગ્ન પ્રસંગે એકબીજા સાથે નજરે આવી હતી. એ પછી ઘણા પ્રસંગોએ આ જોડી સાથે જોવા મળી છે. રણબીર કપૂરના પિતા ઋષિ કપૂર કેન્સર સામે લડી રહ્યા છે ત્યારે આલિયા ભટ્ટ ઘણી વખત એમને મળવા માટે ન્યૂયોર્ક જતી આવતી રહે છે. આ જ બતાવે છે કે બંને એકબીજાની કેટલા નજીક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here