Tuesday, September 21, 2021
Homeઆલિયા ભટ્ટ કોરોના વાયરસ મુક્ત થઈ
Array

આલિયા ભટ્ટ કોરોના વાયરસ મુક્ત થઈ

આલિયા ભટ્ટને કોરોનાથી છુટકારો મળી ગયો છે. એક્ટ્રસે ફોટો શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. તેણે લખ્યું, આ એ સમય છે, જ્યારે નેગેટિવ હોવું સૌથી સારું છે. 14 દિવસ પહેલાં આલિયા કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. તેની પહેલાં રણબીર કપૂર અને તેની અપકમિંગ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હતા.

આલિયા ભટ્ટ ચેપગ્રસ્ત થતાં તેની માતા સોની રાઝદાનને ઘણો જ ડર લાગ્યો હતો. આ ડરને કારણે સોનીએ કોરોના પર એક કવિતા લખી. તેમણે આ કવિતા સો.મીડિયામાં શૅર કરી હતી. આ કવિતામાં સોનીએ કહ્યું હતું કે આ કોઈ સાધારણ લહેર નથી, આ દરેક જગ્યા છે.

સોની રાઝદાનની કવિતા

સોનીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘આ કોઈ સાધારણ લહેર નથી, આ દરેક જગ્યાએ છે. આપણા ઘરમાં, આપણા વાળમાં. મને ડર લાગી રહ્યો છે. આ કોઈ સામાન્ય લહેર નથી, આ દરેક જગ્યાએ છે. ખબર નહીં કે આપણે ક્યારે આમાંથી છુટકારો મેળવીશું. આપણે કેવી રીતે આપણી દેખરેખ રાખવાનું શરૂ કરીશું. આ એટલી માત્રામાં જ્યાં ત્યાં ફેલાયેલું છે. આ દરેક જગ્યાએ છે, આ દરેક જગ્યાએ છે.’

સોની રાઝદાનની કવિતા.

સોની રાઝદાનની કવિતા.

આલિયાએ સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી

28 વર્ષીય આલિયાએ કોરોના પોઝિટિવ હોવાની વાત સો.મીડિયામાં શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘મારો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું તરત જ આઈસોલેશન જતી રહી હતી. હું ઘરમાં જ છું. હું મારા ડૉક્ટર્સની સલાહ પ્રમાણે, તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. પ્લીઝ સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો.’

11 માર્ચે આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

રણબીર કપૂર તથા સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 11 માર્ચે આલિયાએ પણ કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. એ સમયે આલિયાનો રિપોર્ટ નેગેટિવ હતો. રણબીરનો અઠવાડિયા બાદ રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.

આલિયા ‘ગંગુબાઈ’નું શૂટિંગ ફરીથી કરવાની હતી

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કરવાની હતી. આલિયાએ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. RRRમાં આલિયા મહત્ત્વના રોલમાં જોવા મળશે. આલિયા પોતાના પ્રોડક્શન હાઉસ ‘એટર્નલ સનશાઈન’ હેઠળ પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ બનાવી રહી છે. આ ફિલ્મ માતા-દીકરીના સંબંધો પર આધારિત છે. આલિયા ભટ્ટ દીકરી તથા શૈફાલી શાહ માતાના રોલમાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments