પોતાના 55મા જન્મદિવસે અલીબાબાનું અધ્યક્ષ પદ છોડી દેશે જેક મા

0
12

નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર 2019, રવિવાર

અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક મા 10 સપ્ટેમ્બરના રોજ કંપની બોર્ડનુ અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. 10 સપ્ટેમ્બરના રોજ જેક માનો 55મો જન્મદિવસ છે અને એજ દિવસે તેમણે કંપનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન દુનિયાના દિગ્ગજ બિઝનેસમેન અને ચીનના સૌથી અમીર વ્યક્તિ જેક મા એ એક વર્ષ પહેલાથી જ અધ્યક્ષ પદ છોડવા માટેના સંકેતો આપ્યા હતા. એમણે કહ્યુ હતુ કે, તેઓ પોતાના 55મા જન્મદિવસ પર 10 સપ્ટેમ્બર, 2019ના કંપનીનું અધ્યક્ષ પદ છોડી દેશે. એમની જગ્યાએ અલીબાબાના મુખ્ય કાર્યકારી અધિકારી(CEO) ડેનિયલ જેંગ લેશે.

ફોર્બ્સની 2018ની સૂચિ મુજબ જેક મા ચીનના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સએ એમની સંપત્તિ 34.6 બિલિયન ડોલર દેખાડી છે. આના પહેલા 2014માં પણ જેક માનું નામ ચીનના સૌથી ધનિક લોકોમા સામેલ હતું. જો કે, 2017મા જેક મા ખસીને ત્રીજા નંબર પર પહોંચી ગયા છે પરંતુ 2018મા એમણે ફરીથી નં.1 પર કબજો કરી લીધો છે. અલીબાબામા જેક માની લગભગ 9% હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here