સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં ઘણા વીડીયો માની ન શકાય તેવા હોય છે જેમાં એલિયન્સ અને ભૂત પ્રેતના વીડિયોનો સમાવેશ થાય છે.એલિયન્સ અને ભૂત વિશે લોકોમાં ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. ઘણા લોકોએ પર દાવો કર્યો છે કે તેઓએ ભૂત અથવા એલિયન જોયું છે. પરંતુ બંને આ વાત સાબિત કરી શક્યા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એલિયન જેવું કંઈક દેખાય રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન શહેર લાસ વેગાસમાં 30 થી 1 એપ્રિલ, 2023 વચ્ચે એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો એન્જલ કેનમોર નામના વ્યક્તિએ બનાવ્યો હતો, જે વીડિયો બનાવ્યા બાદ એન્જેલે 911 પર ઈમરજન્સી કોલ પણ કર્યો હતો. કોલ પર તેણે જણાવ્યું કે તેણે આકાશમાં કંઈક ઉડતું જોયું જે તરત જ ગાયબ થઈ ગયું.જ્યારે એન્જલ કેનમોરની ઈમરજન્સી કોલ કિરણ સ્ક્રિપ્ટ વાંચવામાં આવી ત્યારે ખબર પડી કે તેણે એલિસન જોયુ છે. એન્જલ કેનમોરે તેના કોલ પર કહ્યું, ‘આ એલિયન મારા બેકયાર્ડમાં છે. હું ભગવાનની કસમ ખાઇને કહુ છું કે, આ મજાક નથી, વાસ્તવિક છે. અમે ડરી ગયા છીએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.એન્જલ કેનમોરે 911 પર પોતાના કોલમાં આગળ કહ્યું, ‘તેઓ ખૂબ મોટા છે. તેઓ 8 ફૂટ, 9 ફૂટ, 10 ફૂટના છે. તેઓ અમને એલિયન્સ જેવા લાગે છે. તેની આંખો મોટી છે. હું તેને સમજાવી શકતો નથી. તેનું મોં મોટું છે. તેમની આંખો ચમકદાર છે અને તેઓ માનવી તો નથી જ.જ્યારે આ વીડિયોની સત્યતા જાણવા માટે એક્સપર્ટ્સ પાસેથી લેવામાં આવ્યા તો એક્સપર્ટ્સે જણાવ્યું કે 2023માં લાસ વેગાસમાં એક ઘરની બહાર એલિયનનો વીડિયો વાયરલ થયો હતો. તે અસલી છે અને તેની સાથે કોઈપણ રીતે છેડછાડ કરવામાં આવી નથી.વિડિયો એનાલિસિસ એક્સપર્ટ સ્કોટ રોડરે અમેરિકન ન્યૂઝ ચેનલ ન્યૂઝ નેશન સાથે વાત કરતા કહ્યું કે, ‘એકવાર તમે આ વીડિયો જોયા પછી તમે તેને નકારી નહીં શકો. વિડીયોમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. આ એક વાસ્તવિક વિડિયો છે. તેમાં શું ઉમેરવામાં આવ્યું છે તે જોવા માટે અમે વિડિયોની સંપૂર્ણ તપાસ કરી છે. અમારા તમામ પરિણામો સાચા સાબિત થયા છે.