અલીગઢ : વૃદ્ધ દંપતીએ 300 કિલોનું તાળું બનાવ્યું, 12 કિલોની ચાવી

0
6

અલીગઢ જિલ્લામાં તાળું બનાવતું એક વૃદ્ધ દંપતી ચર્ચામાં આવી ગયું છે. સત્યપ્રકાશ શર્માએ પોતાની પત્ની રુક્મિણીની સાથે મળીને 300 કિલોનું તાળું બનાવ્યું હતું. આ તાળાની બનાવટમાં સમયે દંપતીને 60 કિલો પિત્તળ અને લોખંડ લાગ્યું હતું. અત્યારે લગભગ તાળું બની જવા પામ્યું છે, જેની બનાવટને તેઓ અંતિમ ઓપ આપી રહ્યાં છે.

તાળાની બનાવટમાં દંપતીને એક વર્ષનો સમય લાગ્યો

આ દંપતી નૌરંગાબાદમાં આવેલી જ્વાલાપુરી શેરીમાં નિવાસ કરે છે. તેમને આ તાળાને બનાવવામાં માટે લગભગ 1 વર્ષથી વધારેનો સમય લાગ્યો હતો. 300 કિલોના તાળાને બનાવવા માટે તેમણે 1 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

તાળું બનાવવા માટે 60 કિલોથી વધુ પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તાળું બનાવવા માટે 60 કિલોથી વધુ પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દંપતી રામ મંદિર માટે તાળું બનાવવા ઇચ્છે છે

દંપતીએ જણાવ્યું હતું કે તેઓ એવું કાર્ય કરવા માગતા હતા જેના દ્વારા અલીગઢની સાથે તેમનું નામ પણ રોશન થાય. તેમણે મોદી અને યોગી સરકારને અપીલ કરી હતી કે આ તાળાને દેશમાં આયોજાતાં પ્રદર્શનોમાં એક મોડલ તરીકે મૂકવામાં આવે. આ દંપતીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે પણ એક ભવ્ય તાળું બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

12 કિલોની ચાવી

આ તાળાની લંબાઈ 6 ફૂટ 2 ઈંચ અને પહોળાઈ 2 ફૂટ સાડા 9 ઈંચ છે. આ તાળાની ચાવી 40 ઈંચની છે, જેનું વજન લગભગ 12 કિલો જેટલું થાય છે.

રુક્મિણીએ કહ્યું હતું કે સાસરામાં પણ તેઓ તાળાં બનાવતાં હતાં, જેથી તેઓ પણ શીખી ગયાં હતાં.

રુક્મિણીએ કહ્યું હતું કે સાસરામાં પણ તેઓ તાળાં બનાવતાં હતાં, જેથી તેઓ પણ શીખી ગયાં હતાં.

પત્નીએ ખૂબ સારો સહયોગ આપ્યો

તાળાની બનાવટમાં વૃદ્ધની પત્ની રુક્મિણીએ પણ તેમની ઘણી મદદ કરી હતી. તેમનાં પત્નીના સાસરે પણ તાળાંની બનાવટનું કામ કરાતું હતું, જેથી તેઓ તાળાં બનાવટની કળા ત્યાંથી જ શીખીને આવ્યાં હતાં. તેમના પતિને હૃદયરોગની તકલીફ હોવાથી 300 કિલોનું તાળું બનાવતા સમયે રુક્મિણીએ દરેક તબક્કે પતિને સાથ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here