રાજસ્થાન : બસપાના તમામ 6 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા, વિધાનસભા અધ્યક્ષે વિલયને મંજૂરી આપી હતી

0
22

જયપુરઃ રાજસ્થાનમાં બસપાના તમામ 6 ધારાસભ્યો મોડી રાતે કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારબાદ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 100થી વધીને 106 થઈ ગઈ છે. આ પહેલા રાજ્યમાં કોંગ્રેસ સરકારને બસપાનું બહારથી સમર્થન મળ્યું હતું. વિધાનસભા સ્પીકર સીપી જોશીએ કહ્યું કે, તમામ ધારાસભ્યોનો કોંગ્રેસમાં વિલય પત્ર મળી ચુક્યો છે. હવે તેમાં કોઈ પ્રકારની કાયદાકીય અડચણ નહીં આવે.

 

બસપા ધારાસભ્ય સોમવારે રાતે 9.30 વાગ્યા પહેલા મુખ્યમંત્રી ગેહલોતને મળ્યા હતા. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ જોશીને મળીને મોડી રાતે કોંગ્રેસમાં વિલયનો પત્ર સોંપ્યો હતો. વિલયને જોશીને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ તમામ બસપા ધારાસભ્ય રાતે 11 વાગ્યે રાજસ્થાન યુનિવર્સિટી ખાતે આવેલા ગેસ્ટ હાઉસ ખાતે પહોંચ્યા અને મર્જરની ઔપચારિક જાહેરાત કરી હતી. અત્યાર સુધી બસપા તરફથી કોંગ્રેસને બહારથી જ સમર્થન મળતું હતું. મુખયમંત્રી અને કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ સચિન પાયલટ આ સમગ્ર ઘટનાક્રમથી દુર રહ્યાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યને નવા વિકાસ પથ પર લઈ જશું સ્થાયી સરકાર માટે રાજ્યહિતમાં બસપા ધારાસભ્યોનો આ નિર્ણય સ્વીકાર્ય અને યોગ્ય છે. તેમની ભાવના સારી છે. અમે સૌ મળીને રાજસ્થાનને વિકાસના નવા પથ પર લઈ જશું. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2009માં પણ આ પ્રકારે બસપાના 6 ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કર્યા હતા.

આ 6 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

  • ઉદયપુરવાટી રાજેન્દ્ર ગુઢા(ઝુંઝુનૂં)
  • વાજિબ અલી(નગર ભરતપુર)
  • જોગિંદર અવાના(નદબઈ,ભરતપુર)
  • સંદીપ યાદવ(તિજારા,અલવર)
  • દીપચંદ ખેરિયા(કિશનગઢ બાસ, અલવર)
  • લાખન સિંહ(કરૌલી)

આ વિલયના ધોરણો

  • વિધાનસભામાં ગેહલોત સરકારની નંબર ગેમ મજબૂત થઈ છે, કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા હવે 106 થઈ છે.
  • આ વિલયથી સ્પષ્ટ મેસેજ મળ્યો છે કે ગેહલોત રાજકારણના સૌથી મોટા જાદૂગર છે, તેમનો કોઈ વિકલ્પ નથી
  • કોંગ્રેસમાં સામેલ થયેલા બસપા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે. જો કે આનાથી કોંગ્રેસની અંદર પણ સંઘર્ષ થશે. પરંતુ 2008માં ગેહલોત આ સંતુલન મેળવી ચુક્યા છે.
  • પેટાચૂંટણીમાં કોંગ્રેસને આ વિલયનો ફાયદો મળશે, કારણ કે બસપાના જે 6 ધારાસભ્યો કોંગ્રેસમાં આવ્યા છે, તેમનો જાતિગત ફેલાવો ઘણો મજબૂત છે. તેનો ફાયદો મળશે.

બસપા પ્રદેશઅધ્યક્ષ અને પ્રદેશ પ્રભારીને મોડી રાત સુધી કોઈ સમાચાર ન હતા

બસપા પ્રદેશઅધ્યક્ષ સીતારામ મેઘવાલ અને પ્રદેશ પ્રભારી ધર્મવીર અશોક સાથે રાતે અંદાજે 11 વાગ્યે વાતચીત કરાઈ હતી. બન્નેએ કહ્યું કે, તેમણે બસપા ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવાના કોઈ સમાચાર મળ્યા નથી. જો તેમને પહેલા ખબર હોત તો તે આ મર્જરને રોકવાનો પ્રયાસ કરતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here