Monday, September 20, 2021
Homeભારતીય મહિલા હોકી ટીમની ફિટનેસ જોઈને બધા દંગ
Array

ભારતીય મહિલા હોકી ટીમની ફિટનેસ જોઈને બધા દંગ

ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકની સેમિ ફાઈનલમાં સ્થાન મેળવીને ઈતિહાસ રચી દીધો છે અને તે પણ ઓસ્ટ્રેલિયા જેવી કદાવર ટીમને હરાવીને.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં મહિલા ટીમની ખેલાડીઓની ફિટનેસ ઉડીને આંખે વળગે તેવી હતી.ખાસ કરીને ટીમની મોટાભાગની ખેલાડીઓ આર્થિક રીતે નબળા ઘરોમાંથી આવે છે અને એક સમયે તેમને પૂરૂ ભોજન પણ મળતુ નહોતુ.

જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ભારતીય મહિલા હોકી ટીમનો યો-યો ટેસ્ટનો એવરેજ સ્કોર 19 થી 21 રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓની ફિટનેસ પણ આટલી સારી નથી. જેનુ શ્રેય સાઉથ આફ્રિકન ફિઝિકલ ટ્રેનર વાયને લોમ્બાર્ડને જાય છે. તેમણે આ ટીમની ફિટનેસનુ લેવલ વધારી દીધુ છે.

પૂર્વ ભારતીય કેપ્ટન પ્રીતમ રાનીનુ કહેવુ છે કે, ટોકિયોમાં જેટલી હ્યુમિડી છે તેમાં ઉચ્ચ કક્ષાની ફિટનેસ વગર રમવુ શક્ય નહતુ.ફિટનેસ વગર હોકી રમી શકાય તેમ નથી.

ટ્રેનર લોમ્બાર્ડે ફિટનેસ માટેની કસરતો કરાવ્યા બાદ રિકવરી માટે મસાજ, અડધો કલાકની ઉઘ, સ્વિમિંગ જેવા ઉપાયો પણ અમલમાં મુક્યા હતા. જેનાથી ખેલાડીઓની ઈજાની સમસ્યા પણ કાબૂમાં આવી હતી.

ટોકિયોમાં ભેજનુ સ્તર વધારે રહેવાનુ છે તે ખબર હોવાથી ખેલાડીઓને તેનાથી ટેવાય તે માટે બેંગ્લોરના કેમ્પમાં મહિલા ખેલાડીઓને શિયાળાના જેકેટ પહેરાવીને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. એટલુ જ નહીં મહિલા હોકી ટીમને મોટિવેટ કરવા માટે મેરી કોમ, દંગલ અને માઈકલ જોર્ડનની બાયોપિક પણ બતાવાઈ હતી.

શિબરમાં એક સમયે કેપ્ટન રાની રામપાલ સહિત આઠ ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. આમ છતા આ ખેલાડીઓએ ધમાકેદાર વાપસી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments