Thursday, August 5, 2021
No menu items!
Homeલાખણી : સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલન અને તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયું
Array

લાખણી : સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહમિલન અને તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયું

લાખણી ખાતે આવેલ પ્રાથમિક શાળા નંબર- ૨ માં સમસ્ત બ્રહ્મ લાખણી તાલુકાનું સ્નેહમિલન અને તેજસ્વી તારલા તેમજ વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહ ગોતરકા આશ્રમના ક્રાંતિકારી સંત પૂજ્ય નિજાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું જેમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં ત્યારબાદ લાખણી તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ ભરતભાઇ દવે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારપછી મંચસ્થ મહાનુભાવો નું ભગવાન પરશુરામનો ફોટો-ભગવાન વેદવ્યાસ નું પુસ્તક અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ પૂજ્ય નિજાનંદ બાપુએ પોતાની આગવી શૈલીમાં બ્રાહ્મણ સમાજનો ભૂતકાળ-વર્તમાનકાળ અંગે સમાજને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાગવત કથાકાર પૂજ્ય કિશોરજી શાસ્ત્રીએ પોતાની ધારદાર શૈલીમાં બ્રહ્મ સમાજને માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે આપણે બધાએ સંસ્કૃતિને જાળવવા માટે કટિબદ્ધ રહીએ અને આપણા ઘરમાં સનાતન ધર્મના પુસ્તકો વાંચવા બાળકો પ્રેરણા તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એ અહોભાગ્ય કહેવાય માટે આપણે આપણું બ્રાહ્મણત્વ ટકાવી રાખવું જોઈએ ત્યારબાદ કનુભાઈ વ્યાસએ બ્રહ્મ સમાજને તન-મન અને ધન થી સહકાર આપવાની વાત કરી હતી મંચસ્થ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ એક બને વ્યસન મુક્ત બને શિક્ષિત બને સાથે સાથે બ્રાહ્મણ કર્મનિષ્ઠ બને તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં આશીર્વચન પૂજ્ય શ્યામસ્વરૂપ બાપુએ આપ્યા હતા આ કાર્યક્રમમાં પૂજ્ય નિજાનંદ બાપુ(ગોતરકા આશ્રમ), કિશોરભાઈ શાસ્ત્રી(ભાગવત કથાકાર), ડૉ. બીપીનભાઈ ત્રિવેદી(પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી), કનુભાઈ વ્યાસ(ઉધોગપતિ, ડીસા), હરગોવનભાઈ શિરવાડિયા(પૂર્વ ચેરમેન, બાંધકામ સમિતિ જી.પં), ડામરાજી રાજગોર (ઉપપ્રમુખ- સમસ્ત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા), ભરતભાઈ વ્યાસ(ઝોનપ્રભારી,સમસ્ત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા),
અમીરામભાઈ આશલ(ચેરમેન-કારોબારી સમિતિ જી.પં), હિતેશભાઈ શાસ્ત્રી, મહેશભાઈ દવે(પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાખણી), કિરણભાઈ જોષી (મહામંત્રી-સમસ્ત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા),  રાજેશભાઈ દવે(યુવા પ્રમુખ-વાવ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ), લાભેશભાઈ દવે(મહામંત્રી-સમસ્ત બ્રહ્મ સમાજ,ભાભર), સહિત મોટી સંખ્યામાં ભુદેવબંધુઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ નું સફળ સંચાલન મોહનભાઇ રાજગોરએ કર્યું હતું અને  આભારવિધિ યોગેશભાઈ શાસ્ત્રીએ કરી હતી ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ કાર્યક્રમનું સુંદર આયોજન સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરનાર યુવા ટિમ અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments