ઉન્નાવ બળાત્કાર કેસ સાથે જોડાયેલા તમામ કેસ દિલ્હીમાં ટ્રાન્સફર

0
28

સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર મામલા સાથે જોડાયેલા તમામ કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરી દીધા છે.

ગુરુવારે થયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું છે કે આ કેસોની સુનાવણી ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીમાં કરવામાં આવે.

કોર્ટે કહ્યું કે આ પીડિતાના પરિવારે લખેલી ચિઠ્ઠી પર દરરોજ સુનાવણી કરવામાં આવે અને સીબીઆઈ 7 દિવસની અંદર અકસ્માતની તપાસ પૂર્ણ કરે.

ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી અને ધારાસભ્યને ભાજપે પક્ષમાંથી કાઢી મૂક્યા છે.

આ પહેલાં કુલદીપ સેંગરને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, પીડિતા સાથે થયેલા અકસ્માત બાદ ફરી સેંગર પર આરોપો લાગતા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતાની કારને 28 જુલાઈએ એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.

કારમાં તેમની સાથે રહેલાં તેમનાં માસી અને કાકીનાં મૃત્યુ થઈ ગયાં. કારમાં તેમની સાથે વકીલ પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here