બધા ખેડૂતો 3 મહિના માટે લોન માફી આપવામાં આવશે – અજિત પવાર

0
9

મુંબઈ, નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હી.સ.) મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે કહ્યુ, ‘પ્રદેશના બધા ખેડૂતોની ઋણ માફીની પ્રક્રિયા, આગામી ત્રણ મહિનામાં પૂરી કરી લેવાશે. ઉદ્ધવ ઠાકરેની સરકાર આ કામ કરશે. જેના માટે વિપક્ષને આંદોલન કરવાની જરૂર નહિ રહે’.

મંગળવારે વિધાનસભા ભવનમાં અજીત પવારે કહ્યુ, ‘તેમની સરકારને હજી 2 મહીના જ થયા છે. પરંતુ વિપક્ષ અચાનક આક્રમક થઈને, તેમની વિરુદ્ધ આંદોલન કરી રહ્યુ છે. આ જોતા તેમને પાછળની સરકારની યાદ આવી ગઈ. જેમણે આ પ્રક્રિયા શરુ કરી હતી, જે હજી પણ ચાલી રહી છે. રાજ્યના કેટલા ખેડૂતોને તેનો લાભ મળ્યો તે, વિપક્ષે જોવું જોઈએ.”

 

તેમણે કહ્યુ, ‘વિપક્ષ બનવા પર આંદોલન કરવું જ પડે. તેમનુ કામ જ તે છે. પણ સરકારના કામ-કાજમાં શામિલ થઇ પોતાની વાત મુકે, અને લોકશાહી પદ્ધતી થી સભાગૃહમાં કામકાજ ચાલવા દ્યે, આ નીતિ તેમણે અપનાવી જોઈએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here