પ્રાંતિજ સાદોલીયા સાબરમતી નદી માં ડુબેલ ચારેય મૃત હાલત માં મળી આવ્યા .

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાદોલીયા પાસે સાબરમતી નદી મા ગણેશ વિસર્જન કરવા માટે આવેલ હિંમતનગર ના ગઢોડા ના ત્રણ યુવક તથા એક આધેડ નું પાણી માં ડુબી જવાથી મોત થયું હતું તો પ્રાંતિજ-હિંમતનગર-માણસા ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયા ઓની મદદથી શોધખોળ બાદ ચારેય ની લાશ મૃત હાલત માં બહાર કાઢવામાં આવી હતી .

પ્રાંતિજ ના સાદોલીયા પાસે આવેલ સાબરમતી નદી મા રવિવાર ની સાંજ ના સમયે હિંમતનગર ના ગઢોડા ગામમાં રહેતા કેટલાક લોકો ગણેશ વિસર્જન માટે અહીં આવ્યાં હતાં અને ગણેશ ની મૂર્તિ નું વિસર્જન બાદ ત્રણ યુવકો સંજય બાબુભાઈ પટેલ ઉ.વર્ષ-૧૭ રહે. ગોધરા ,સૂરજ પ્રકાશભાઇ પટેલ ઉ.વર્ષ-૧૫ રહે.ગઢોડા , અજયભાઈ ઇશ્વરભાઇ રાવળ રહે.ઉ વર્ષ-૨૨  પાણી જોઈ ને પાણી માં ન્હાવા પડયા હતાં જેમાં ત્રણેય યુવકો ડુબવા લાગતા બુમાબુમ થતા સાથે આવેલ માંથી ગાંડાભાઈ રાવળ રહે. જંત્રાલ ઉ.વર્ષ-૫૫ પાણી માં બચાવવા માટે ગયાં હતાં પણ પાણી ઉંડુ હોવાથી તેવો પણ પાણી માં ડુબાર્યા હતાં અને  ચારેય પાણી માં ગરકાવ થયો હતો.

 

તો આઅંગે ની જાણ પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા ૧૦૮ કરવામાં આવતા ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હિંમતનગર ફાયર ટીમ ને જાણ કરતા તેવો પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો સ્થાનિક તરવૈયા ઓની મદદથી શોધખોળ હાથધરી હતી અને અંધારૂ થતા તથા ઝરમર ઝરમર વરસાદ વચ્ચે એક યુવક ની મૃત હાલત માં મળી આવ્યો હતો તો બીજા દિવસે પ્રાંતિજ-હિંમતનગર-માણસા ટીમદ્વારાશોધખોળ હાથધરવામા આવી હતી જેમાં એક યુવક ની મૃત હાલત માં લાશ મળી આવી હતી અને ત્યાર બાદ યુવક અને આધેડ ની લાશ પણ મૃતક હાલતમાં મળી આવી હતી તો માણસા પોલીસ સ્ટેશન ની હદ લાગતા માણસ પોલીસે ગુનોનોધી મૃતકો ને માણસા પીએમઅર્થે મોકલી આપ્યા હતી.

 

રિપોર્ટર : સંજય રાવલ પ્રાંતિજ સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here