કોરોના વાયરસના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હોળીના તમામ કાર્યક્રમો રદ્દ

0
17

ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાલ ફેલાવનાર કોરોના વાયરસને પગલે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દર વર્ષે કરવામાં આવતા હોળીના આયોજનને રદ્દ કરવામાં આવ્યું છે.

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, હોળીના અવસરે ટેક્સટાઇલ માર્કેટમાં ઘણાં રંગારંગ કાર્યક્રમો થાય છે. ટેક્સટાઇલ માર્કેટના કર્મચારીઓ અને વેપારીઓ સાથે મળી ફૂલોથી હોળી રમે છે અને એકસાથે ભોજન કરે છે, ત્યારે આ વર્ષે કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

અન્ય વેપારીઓએ જણાવ્યું હતું કે, હોળીના એક અઠવાડિયા પહેલાં જ ટેક્સટાઈલ માર્કેટમાં ખૂબ આનંદનો માહોલ હોય છે અને દર વર્ષે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ એકઠાં થઈને હોળીના એક અઠવાડિયા પહેલાં જ હોળી મિલન કાર્યક્રમની ઉજવણી શરૂ કરતા હોય છે. પરંતુ આ વર્ષે વાયરસ ન ફેલાય તે માટે તમામ લોકોએ પોતાના પ્રોગ્રામ કેન્સલ કર્યા છે. માત્ર માર્કેટના લોકો વેપારીઓ જ નહીં પરંતુ અગ્રવાલ સમાજ દ્વારા પણ હોળી મિલન કાર્યક્રમનું આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ તેની નેગેટિવ ઈફેક્ટ પડે કે બહારના વેપારીઓને એવું થશે કે સુરતમાં દર વર્ષે મનાવવામાં આવતો મોટો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે એટલે ખરેખર કંઈક તો હશે જ.

વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, હોળીનો પ્રોગ્રામ રદ્દ થતાં બહારથી આવતાં ગ્રાહકો પણ નથી આવી રહ્યા, જે એક ટેક્ષટાઈલ માર્કેટ માટે મોટો માઈનસ પોઈન્ટ છે. પરંતુ વેપારીઓ અને માર્કેટમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને નિર્ણય લીધો છે તેનાથી અમે લોકો સહમત છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here