ઓલ ઇન્ડિયા બારની પરીક્ષાનું શિડ્યૂલ જાહેર થયું, આ વર્ષની 24 જાન્યુઆરીએ અને આવતા વર્ષની 21 માર્ચે પરીક્ષા લેવાશે

0
0

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE)નું શિડ્યૂલ બહાર પાડ્યું છે. વર્ષ 2021ના ​સેશન માટે યોજાનારી આ પરીક્ષા 21 માર્ચે લેવાશે. આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ allindiabarexamination.com પર જઇને પરીક્ષાનું શિડ્યૂલ ચેક કરી શકે છે. આ પરીક્ષાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ ચાર દિવસ પછી શરૂ થઈ રહી છે.

26 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે દેશમાં ટોચની વકીલોની સંસ્થાઓમાંની એક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ કાયદાના શિક્ષણ માટેની નિયમનકારી સંસ્થા પણ છે. આ પરીક્ષાઓની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રોસેસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા 21 ફેબ્રુઆરી 2021 સુધી અરજી કરી શકે છે. તેમજ, એક્ઝામ ફી રજૂ કરવાની તારીખ 23 ફેબ્રુઆરી, 2021 નક્કી કરવામાં આવી છે. કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 21 ડિસેમ્બરે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું.

એડમિટ કાર્ડ 6 માર્ચે બહાર પડશે AIBE 2021 પરીક્ષા માટે એડમિટ કાર્ડ 6 માર્ચે ઓનલાઇન બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલાં નોટિફિકેશનમાં એ પણ જણાવવામાં આવ્યું કે, વર્ષ 2021 સેશનની પરીક્ષા ઉપરાંત આ વર્ષની પરીક્ષા 24 જાન્યુઆરી 2021ના ​​રોજ લેવામાં આવશે, જે 50 શહેરોમાં લેવામાં આવશે. AIBEની 15મી પરીક્ષા કોરોના વાઇરસ પહેલાં આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે આ પરીક્ષા આવતા મહિને લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here