Friday, March 29, 2024
Homeરાજ્યના તમામ ઇન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ...
Array

રાજ્યના તમામ ઇન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા.

- Advertisement -

આયુર્વેદિક ડૉકટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ, રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી છે એવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.

ત્રણ માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી ઇન્ટર્ન ડૉકટરો હડતાળ પર રહેશે.
ત્રણ માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી ઇન્ટર્ન ડૉકટરો હડતાળ પર રહેશે.

 

રાજ્યના ઈન્ટર્ન ડૉક્ટરોને 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે

રાજ્યના સરકારી ઈન્ટર્ન ડૉકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડૉકટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડૉકટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમને રૂ. 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડૉકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી તેમની ત્રણ માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી ઇન્ટર્ન ડૉકટરો હડતાળ પર રહેશે.

માગણીઓને લઈ સરકાર હકારાત્મક નિર્ણય લે એવી આશા વ્યક્ત કરાઈ.
માગણીઓને લઈ સરકાર હકારાત્મક નિર્ણય લે એવી આશા વ્યક્ત કરાઈ.

 

AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન રૂ. 500 આપે છે

દિલ્હી સરકાર મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપે છે. AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન રૂ. 500 આપે છે ત્યારે ઉપરોક્ત માગણીઓને લઈને સરકાર હકારાત્મક નિર્ણય લે એવી આશા વ્યક્ત કરી છે.

ઈન્ટર્ન ડૉક્ટરોની માગ

  • ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. 12,800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20,000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને એનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે.
  • એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડૉકટરોને બોન્ડ સમયગાળામાં 1:1 ગણી ઈન્ટર્નશિપ પૂરી થયે તમામને બોન્ડમુક્ત ગણવા.
  • આજદિન સુધી કોરોનામાં જેમણે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડૉકટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂ. 1000નું મહેનતાણું આપવામાં આવે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular