લોકડાઉન બાદ દેશમાં નાણાંકીય વ્યવહારમાં ઓલ ઈઝ વેલ : રિઝર્વ બેન્ક

0
4

મુંબઈ : મેમાં રૂપિયા 24.20 ટ્રિલિયનની સરખામણીએ જુનમાં રિટેલ પેમેન્ટસનો આંક 28 ટકા વધી રૂપિયા 30.90 ટ્રિલિયન રહ્યો હતો. લોકડાઉન બાદ અર્થતંત્રને તબક્કાવાર ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે પેમેન્ટસમાં વધારો થઈ રહ્યાના આના પરથી સંકેત મળી રહ્યા છે. એપ્રિલમાં રિટેલ પેમેન્ટસનો આંક ઘટીને રૂપિયા 19.60 ટ્રિલિયન રહ્યો હતો એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. નાણાંકીય વ્યવહારની દ્રષ્ટિએ લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ અર્થતંત્રમાં ઓલ ઈઝ વેલ જોવા મળી રહ્યું છે.

ડિજિટલ પેમેન્ટસની વાત કરીએ તો, જુનમાં આ આંક વધીને રૂપિયા 113.40 ટ્રિલિયન રહ્યો હતો જે મેમાં રૂપિયા 92.03 ટ્રિલિયન રહ્યું હતું. આમ જુનમાં ડિજિટલ પેમેન્ટસમાં ૨૩ ટકા વધારો નોંધાયો છે.

રિટેલ ક્રેડિટ ટ્રાન્સફર્સ, ડેબિટ ટ્રાન્સફર્સ, કાર્ડ પેમેન્ટસ વગેરેનો ડિજિટલ પેમેન્ટસમાં સમાવેશ થાય છે. જુનમાં કુલ પેમેન્ટસનો આંક 24.08 ટકા વધી રૂપિયા 117.43 ટ્રિલિયન રહ્યો હતો. મેમાં આ આંક રૂપિયા 94.6.4 ટ્રિલિયન રહ્યો હતો.

કાર્ડ પેમેન્ટસ જેમાં ડેબિટ તથા ક્રેડિટ કાર્ડસ બન્નેનો સમાવેશ થાય છે તેમાં જુનમાં 31 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જુનમાં કાર્ડ પેમેન્ટસનો આંક રૂપિયા 1.05 ટ્રિલિયન રહ્યો હતો એમ રિઝર્વ બેન્કના આંકડા વધુમાં જણાવે છે. ટ્રાન્ઝકસનની સંખ્યા પણ 15 ટકા વધી જુનમાં 43.39 કરોડ રહી હતી. મેમાં આ આંક 37.52 કરોડ રહ્યો હતો. એટીએમ ખાતેથી નાણાં ઉપાડવાની માત્રા 17 ટકા વધી જુનમાં રૂપિયા 2.30 ટ્રિલિયન રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here